August 8, 2026
રમતગમત

MI-W Vs DC-W WPL 2023: વુમન્સ પ્રીમિયર લીગમાં આજે મુંબઇ સામે ટકરાશે દિલ્હી

વુમન્સ પ્રીમિયર લીગ 2023 ની 18મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમો વચ્ચે 20 માર્ચે રમાશે. દિલ્હી કેપિટલ્સ માટે અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે આ મેચ મહત્વપૂર્ણ છે. હરમનપ્રીત કૌરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પહેલા જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. પરંતુ દિલ્હી સામેની મેચમાં મુંબઈ જીતીને વાપસી કરવા ઈચ્છશે. 18 માર્ચે રમાયેલી મેચમાં તેને યુપી વોરિયર્સે 5 વિકેટે પરાજય આપ્યો હતો. મહિલા IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની આ પહેલી હાર હતી. દિલ્હીની ટીમ તેની છેલ્લી મેચ પણ હારી ગઈ છે. 16 માર્ચે રમાયેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સે તેને 11 રને હરાવ્યો હતો.

20 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમો વચ્ચે મેચ રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમો વચ્ચેની મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે ટોસ થશે.

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમો વચ્ચે રમાયેલી મેચનું જીવંત પ્રસારણ Sports18 નેટવર્કની ચેનલો પર જોઈ શકાશે. આ સિવાય જે યુઝર્સ Jio Cenema એપનું સબ્સ્ક્રિપ્શન ધરાવે છે તેઓ ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા તેમના મોબાઈલ ફોન પર મેચનો આનંદ માણી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ વુમન્સ ટીમ:

હરમનપ્રીત કૌર, પ્રિયંકા બાલા, યાસ્તિકા ભાટિયા, નીલમ બિષ્ટ, હીથર ગ્રેહામ, ધારા ગુજ્જર, સાયકા ઈશાક, જિંતિમાની કલિતા, અમનજોત કૌર, હુમૈરા કાઝી, એમેલિયા કેર, હેલી મેથ્યુસ, નેટ સાયવર બ્રન્ટ, , પૂજા વસ્ત્રાકર , ઈસી વોંગ , સોનમ યાદવ.

દિલ્હી કેપિટલ્સ વુમન્સ ટીમ

મેગ લેનિંગ, તાનિયા ભાટિયા, એલિસ કેપ્સી, લૌરા હેરિસ, જેસિયા અખ્તર, જેસ જોનાસેન, મેરિજેન કેપ્પ, મીનુ મણિ, અપર્ણા મંડલ, તારા નોરિસ, શિખા પાંડે, પૂનમ યાદવ, અરુંધતિ રેડ્ડી, જેમિમા રોદ્રી, ટાઇટસ સાધુ, શેફાલી વર્મા, સ્નેહા દીપ્તિ, રાધા યાદવ.

Related posts

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે

Ahmedabad Samay

MI Vs LGS: લખનઉ સામે આકાશ મધવાલે રચ્યો ઇતિહાસ, મુંબઇના બોલરે તોડ્યા અનેક રેકોર્ડ્સ

admin

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કર્યા કોહલી-શાસ્ત્રીની જોડીના વખાણ, રાહુલ દ્રવિડ પર સાધ્યું નિશાન

Ahmedabad Samay

KKR Vs RCB: KKRના બે બોલરો સામે RCBનો ટોપ ઓર્ડર ફ્લોપ, મેચ પહેલા જાણો રસપ્રદ તથ્યો

Ahmedabad Samay

T20 વલર્ડ કપ ઓસ્ટ્રેલિયાએ કર્યું કબજે, શાનદાર પ્રદશન કરી મેળવ્યો વલર્ડ કપનો તાજ

Ahmedabad Samay

જસપ્રીત બુમરાહની વાપસીમાં લાગી શકે છે અનેક મહિનાઓ, આઇપીએલ-એશિયા કપમાં રમવું મુશ્કેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો