March 25, 2025
રમતગમત

RR vs PBKS Highlights: પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પાંચ રનથી હરાવ્યુ, નાથન એલિસની ચાર વિકેટ

IPLની 16મી સીઝનમાં પંજાબ કિંગ્સે સતત બીજી મેચમાં જીત હાંસલ કરી છે. તેણે રાજસ્થાન રોયલ્સ સામે 5 રનથી મેચ જીતી લીધી. આ મેચમાં રાજસ્થાનની ટીમને 198 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે બાદ તે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 192 રન જ બનાવી શકી હતી. આ મેચમાં નાથન એલિસે પંજાબ કિંગ્સ  તરફથી બોલિંગમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

આ મેચમાં 198 રનના લક્ષ્યનો પીછો કરતા રવિચંદ્રન અશ્વિનને રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ સાથે મેદાનમાં મોકલવામાં આવ્યો હતો. યશસ્વી જયસ્વાલે પોતાની ઇનિંગના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ તે પછી 8 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા જોસ બટલરે અશ્વિન સાથે મળીને સ્કોરને આગળ ધપાવવાનું શરૂ કર્યું.

રાજસ્થાનની ટીમને 26ના સ્કોર પર બીજો ફટકો અશ્વિનના રૂપમાં લાગ્યો હતો જે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી બટલર અને સેમસન વચ્ચે ત્રીજી વિકેટ માટે 14 બોલમાં 31 રનની ભાગીદારી થઈ હતી. રાજસ્થાનને 57ના સ્કોર પર ત્રીજો મોટો ફટકો જોસ બટલરના રૂપમાં લાગ્યો હતો, જે 19 રન બનાવી નાથન એલિસનો શિકાર બન્યો હતો.

અહીંથી કેપ્ટન સંજુ સેમસને દેવદત્ત પડીકલ સાથે મળીને સ્કોરને આગળ વધાર્યો, જેમાં ચોથી વિકેટ માટે બંને વચ્ચે 34 રનની ભાગીદારી જોવા મળી હતી. સેમસન 25 બોલમાં 42 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. રાજસ્થાનની ટીમે 124ના સ્કોર સુધી તેની 6 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.

શિમરોન હેટમાયરે આ મેચમાં ટીમને જીતાડવા માટે ઝડપી રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ 18 બોલમાં 35 રનની ઝડપી ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો અને રાજસ્થાનની ટીમને આ મેચમાં 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પંજાબ તરફથી નાથન એલિસે 4 જ્યારે અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી.

આ મેચમાં પંજાબ કિંગ્સ ટીમની ઇનિંગ્સની વાત કરીએ તો કેપ્ટન શિખર ધવન અને પ્રભસિમરન સિંહની જોડીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમાં બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી નોંધાઈ હતી. પ્રભસિમરન સિંહે આ મેચમાં 34 બોલમાં 60 રન બનાવ્યા હતા.

આ મેચમાં છેલ્લી ઓવર સુધી બેટિંગ કરતા કેપ્ટન શિખર ધવને 56 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પંજાબની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 197 રન બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી મેચમાં જેસન હોલ્ડર 2 જ્યારે રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

Related posts

શ્રીલંકાએ અફઘાનિસ્તાન પર નોંધાવી સૌથી મોટી જીત, શ્રીલંકાએ બીજી વન-ડેમાં મેળવી 132 રનથી જીત

Ahmedabad Samay

ODI વર્લ્ડ કપને લઈને સૌથી મોટી ભવિષ્યવાણી, સામે આવ્યા 4 સેમીફાઈનલ ટીમના નામ!

Ahmedabad Samay

ઈન્ડિયા લિજેન્ડસે શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં 14 રનથી શાનદાર જીત મેળવી

Ahmedabad Samay

૧૩,૧૪,૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા યોજાઇ સબ-જુનિયર અને જુનિયર રેસલિંગ કોમ્પિટિશન

Ahmedabad Samay

IPL 2023: દિલ્હી કેપિટલ્સ પર મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ વિશે

admin

KKR: શ્રેયસના સ્થાને ઇગ્લેન્ડનો વિસ્ફોટક ઓપનર કોલકત્તામાં સામેલ, 2.8 કરોડમાં ખરીદાયો

Ahmedabad Samay