August 21, 2026
ગુજરાત

અમદાવાદ: આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, હસમુખ પટેલે PCમાં કહ્યું- ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, અયોગ્ય પ્રવૃત્તિઓ પર રહેશે ચાંપતી નજર…

રાજ્યભરમાં આવતીકાલે એટલે કે રવિવારથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવાની છે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)ના ચેરમેન હસમુખ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં હસમુખ પટેલે જુનિયર કલાર્કની પરીક્ષાને લઈ વિગતવાર માહિતી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ દરેક બાબતે ધ્યાન રાખીને તૈયારીઓ કરવામાં આવી છે. પરીક્ષા આદર્શ રીતે લઈ શકાશે તેવી ખાતરી છે.

‘પરીક્ષાનું પરિણામ જૂન મહિના સુધીમાં આવી શકે છે’

તેમણે આગળ કહ્યું કે, લોકરક્ષકની પરીક્ષાની જેમ આ પરીક્ષા પણ યોગ્ય રીતે યોજાશે. આવતીકાલે યોજાનારી પરીક્ષાનું પરિણામ જૂન મહિના સુધીમાં આવી શકે છે તેમ હસમુખ પટેલે જણાવ્યું હતું. ઉપરાંત, તેમણે કહ્યું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. અયોગ્ય પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા માટે દરેક પરીક્ષા ખંડમાં CCTV કેમેરા ગોઠવાયા છે. આ સાથે ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે.

રાજ્યના 32 જિલ્લામાં 500થી વધુ સક્વોડ નજર રાખશે

હસમુખ પટેલે જણાવ્યું કે, ડમી ઉમેદવારો કેન્દ્ર સુધી ન પહોંચી શકે તે માટે પણ પુરતા ઓબ્ઝર્વર્સ, ફ્લાઇંગ સ્કવોડ, બોડીવોર્ન કેમેરા અને પોલીસ તંત્રની પણ મદદ લેવામાં આવી છે. ઉમેદાવારોએ સવારે 11.45 પહેલા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે. આ સાથે સુરક્ષાના ભાગરૂપે કેન્દ્ર પર વીડિયોગ્રાફીની વ્યવસ્થા પણ કરાઈ છે. પોલીસ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે કર્મચારીઓની ટ્રેનિંગ પૂર્ણ થઈ ગઈ છે. હસમુખ પટેલે કહ્યું કે, રાજ્યના 32 જિલ્લામાં 500થી વધુ સક્વોડ નજર રાખશે. ઉપરાંત, જે ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર અન્ય શહેરમાં હોઇ તેમના માટે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે તે શહેરમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ એસટી બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પોતાની સાથે ઓળખકાર્ડ, પેન અને કોલ લેટર લઈ જઈ શકશે.

Related posts

મુખ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની  ઓચિંતી મુલાકાત લીધી

Ahmedabad Samay

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામાંથી મોત

Ahmedabad Samay

ગુજરાતથી કરણી સેનાના ૫૦૦ જેટલા કાર્યકરો જયપુર ખાતે આંદોલનમાં જોડાશે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો