સમાનતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પિતૃ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ હતું, કાર્યક્રમ શ્રી ગુરુજી જ્ઞાન મંદિર જુની નવયુગ સ્કૂલ નરોડા અમદાવાદ ખાતે યોજવામા આવી હતી,
આ પિતૃ દિવસ – ડ્રોઈંગ કોમ્પિટિશન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એક પિતા પોતાના બાળકો અને પરિવાર માટે પોતાનુ સંપૂર્ણ જીવન નિશ્વાર્થભાવે સમર્પિત કરી દે છે, તે પ્રેમ-બલિદાન ભાવનાને બિરદાવવાનો છે અને પિતૃત્વનુ મહત્વતા સમજાય તથા આપણી ભારતીય સંસ્કૃતિ મા પિતૃ દેવો ભવનુ મહત્વ નાના બાળકો ને સમજાય માટે નો એક અનોખો પ્રયાસ કર્યો હતો,
વધુમા આ ચિત્ર સ્પર્ધામા ભાગ લેનાર સ્કૂલના દરેક બાળકો ને ડ્રોઈંગ કીટ જેમ કે ડ્રોઈંગ શીટ, કલર પેન્સિલ બોક્સ અને સર્ટિફિકેટ તથા કપ-કેક, ચોકલેટ, ફુગ્ગા આપવામા આવ્યા હતા અને સૌથી સુંદર પિતાનું ડ્રોઇંગ કરનાર ત્રણ બાળકોને ઇનામ રૂપે પાર્કર પેન-કોફી મગ અને સર્ટિફિકેટ ૧ ૨ ૩ વિજેતા પ્રમાણે આપવામા આવ્યા હતા,
આવા ઉમદા માનવતાવાદી કાર્યક્રમમા સમાનતા ફાઉન્ડેશન સંસ્થા ના ઘણા Volunteers એ ભાગ લીધો હતો તેમજ RSS નરોડા વિભાગ અને જિલ્લા ના અધિકારીશ્રી ઓ પણ સહભાગી થયા હતા.