September 13, 2024
રમતગમત

IPL 2023: લખનૌ સામેની જીત પછી પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં આગળ, જાણો તમારી મનપસંદ ટીમ કયા નંબર પર છે

IPLની 16મી સીઝનની 21મી લીગ મેચમાં પંજાબ કિંગ્સ  ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ ને 2 વિકેટથી હરાવ્યું અને આ સિઝનમાં તેમની ત્રીજી જીત મેળવી ને પોઈન્ટ ટેબલમાં માં ચોથું સ્થાન મેળવ્યું છે. છેલ્લી 2 મેચમાં સતત 2 હારનો સામનો કર્યા બાદ પંજાબ કિંગ્સે આ મેચમાં શાનદાર વાપસી કરી છે અને 19.3 ઓવરમાં 160 રનનો પીછો કર્યો છે.

પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટીમ હવે 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જેમાં તેનો નેટ રન રેટ 1.588 છે, જ્યારે બીજા સ્થાને લખનૌની ટીમ છે, જેણે હવે 5 મેચમાં 3 જીત નોંધાવી છે. ટીમનો નેટ રન રેટ 0.761 છે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે, 6 પોઈન્ટ સાથે તેનો નેટ રનરેટ 0.341 છે. આ પછી પંજાબની ટીમ 6 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

કોલકાતા પાંચમા અને ચેન્નાઈની ટીમ છઠ્ઠા સ્થાને છે

હાલમાં, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે, જેમાં ટીમનો નેટ રન રેટ 0.711 છે, ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 4 પોઈન્ટ સાથે 6ઠ્ઠા સ્થાને છે. રન રેટ 0.225 છે. 7મા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છે, જેના પણ 4 મેચ બાદ 4 પોઈન્ટ છે અને ટીમનો નેટ રનરેટ -0.316 છે.

હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીની ટીમો છેલ્લા 3 સ્થાને છે

છેલ્લા 3 સ્થાનોની વાત કરીએ તો, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 4 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે જેમાં ટીમનો નેટ રનરેટ -0.822 છે. 9મા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 2 પોઈન્ટ સાથે કબજે કરી છે જ્યારે છેલ્લા સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમ છે જેણે આ સિઝનમાં સતત 5 હારનો સામનો કરવો પડ્યો છે.

9મા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 2 પોઈન્ટ સાથે કબજે કરી છે જ્યારે છેલ્લા સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમ છે જેણે આ સિઝનમાં સતત 5 હારનો સામનો કરવો પડ્યો છે.

Related posts

ટોકયો ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમની સફર ૨૪ જુલાઈથી શરૂ થશે

Ahmedabad Samay

World Cup 2023: વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત, પસંદગીકારોએ 34 વર્ષીય ખેલાડીને આપી તક

Ahmedabad Samay

IND Vs AUS: શું ટીમ ઇન્ડિયા ઇન્દોરમાં ઇતિહાસ રચશે? જાણો 141 વર્ષ પહેલા ટેસ્ટમાં 85 રનના લક્ષ્ય સામે કેવી રીતે મેળવી હતી જીત

Ahmedabad Samay

ઓલમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Ahmedabad Samay

T20 ના સેમિફાઇનલમાં પોહચવા હજુ મુશ્કેલી

Ahmedabad Samay

IPL 2023: દિલ્હી કેપિટલ્સ પર મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ વિશે

admin

એક ટિપ્પણી મૂકો