October 7, 2026
ગુજરાતધર્મ

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ગાંધીનગરના ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દાદાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંપરા મુજબ બપોરે 12 વાગ્યે ડભોડિયા હનુમાનજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને દાદાના જન્મજયંતિ નિમિતે 151 કિલોની કેક કાપવામાં આવી હતી , જેમાં હજારો શ્રદ્ધાળુઓ સહભાગી થયા હતા,

હનુમાન જયંતીના પવિત્ર અવસરે મંદિર પ્રશાસન દ્વારા વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસાદનો લાભ અંદાજે 35 હજાર જેટલા શ્રદ્ધાળુઓ લેશે તેવી શક્યતા છે. આ માટે ખૂબ જ મોટા પાયે રસોડું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1500 કિલો લોટના લાડુ, 1800 કિલો લોટની પૂરી, 1800 કિલો બટાકાનું શાક, 600 કિલો ચણાનું શાક, 500 કિલો તુવેરની દાળ અને 300 કિલો ચોખાના ભાત તૈયાર કરવામાં આવ્યા છે.

Related posts

અમદાવાદ – રાણીપ વિસ્તારમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે થયો અકસ્માત

Ahmedabad Samay

અખિલ ભારતીય ધનગર સમાજ મહાસંધે તેનો બીજો પરિચય સંમેલન અને ત્રીજો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

Ahmedabad Samay

લોકડાઉન હીરો: ગણેશ વણજારા એન્ડ ગ્રુપ

Ahmedabad Samay

અમદાવાદ: તથ્યકાંડ બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ, સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ થશે કાર્યવાહી

Ahmedabad Samay

ગુજરાતમાં અમદાવાદ બની શકે છે પ્રથમ વખત 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનું સાક્ષી

Ahmedabad Samay

બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો