August 20, 2026
ગુજરાત

અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

જિલ્લા કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરએ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

અમદાવાદ જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે સાંસદની અને ધારાસભ્યઓ રજૂઆતો બાબતે વિવિધ વિભાગોના અધિકારીઓ વચ્ચે સુગમ સંકલન થકી ત્વરિત ઉકેલ લાવવા બાબતે હકારાત્મક વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જે-તે વિભાગોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આ બાબતે ઉપસ્થિત અધિકારીઓને ઝડપી કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવ્યાં હતાં. આ બેઠક અન્વયે વિવિધ વિભાગોની યોજનાઓના અમલીકરણ તેમજ સ્વાગત સપ્તાહની ઉજવણી સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉનાળાના દિવસોમાં કોઈ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના સંસદસભ્ય, ધારાસભ્યઓ, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અમિત વસાવા, નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ, અધિક નિવાસી નાયબ કલેકટર ડૉ. વિમલ જોશી સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિવિધ વિભાગોના  અધિકારીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં સ્વાગત કાર્યક્ર્મ યોજાયો, ૧૩ પ્રશ્નોની ચર્ચા કરી હકારાત્મક અભિગમ

Ahmedabad Samay

૪ વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને ૨ વર્ષની સજા સંભળાવી

Ahmedabad Samay

હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચૂંટણી યોજાઈ:આદર્શ પેનલના સભ્યોની જીત

Ahmedabad Samay

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે

Ahmedabad Samay

સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમા અજાણ્યા માણસો છુપાયાનો મેસેજ મળતા દોડધામ મચી ગઇ

Ahmedabad Samay

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો