August 8, 2026
ટેકનોલોજી

Jio AirFiber: ઘરમાં વાયર વગર મળશે 1Gbps સ્પીડ! કેટલી હશે કિંમત અને કેવી રીતે થશે ઇન્સ્ટોલ? જાણો સંપૂર્ણ ડિટેલ્સ

Jio AirFiber: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા વર્ષે યોજાયેલી એજીએમમાં ​​Jio AirFiber સર્વિસ રજૂ કરી હતી. તેના નામ પરથી સ્પષ્ટ થાય છે કે આ સર્વિસ યૂઝર્સને વાયરલેસ રીતે ફાઈબર જેવી સુવિધા પૂરી પાડશે. આ માટે કંપની 5G એન્ટેનાનો ઉપયોગ કરશે. Jio AirFiber પર યુઝર્સ 1Gbps સુધીની સ્પીડ મેળવી શકે છે.

જો કે, આ સર્વિસ શરૂ કરવાની કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો કંપની ટૂંક સમયમાં આ સર્વિસ લોન્ચ કરી શકે છે. આ સર્વિસ એક-બે મહિનામાં શરૂ કરવામાં આવશે. આવો જાણીએ Jio AirFiberની ખાસ વાતો.

Jio AirFiber સર્વિસનો કેટલો ખર્ચ થશે?
જો રિપોર્ટ્સનું માનીએ તો Jioની આગામી સર્વિસ જૂન અથવા જુલાઈમાં લોન્ચ થઈ શકે છે. યુટ્યુબ પર આનો એક વીડિયો પણ છે. તે Jio AirFiberનું અનબોક્સિંગ અને ઇન્સ્ટોલેશન દર્શાવે છે. કંપની પાયલટ પ્રોજેક્ટ હેઠળ છેલ્લા કેટલાક સમયથી આ સર્વિસનું ટેસ્ટિંગ કરી રહી છે.

વીડિયો અનુસાર આ સર્વિસને બે વેરિઅન્ટમાં લોન્ચ કરી શકાય છે. તેમાં પોર્ટેબલ વાઈ-ફાઈ રાઉટર મળશે. બીજું નોન-પોર્ટેબલ વર્ઝન હશે, જે Wi-Fi 6 સપોર્ટ સાથે આવશે. તેની કિંમત 5500-6000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જો કે તેની ઓફિશિયલ કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી.

તે કેવી રીતે કામ કરશે?
બંને મોડલ વીડિયોમાં બતાવવામાં આવ્યા છે. Jio AirFiber વાઇફાઇ રાઉટર્સ સાથે આવે છે, જેમાં એક એન્ટેના તરીકે કામ કરશે જ્યારે બીજું એક્સટેન્ડર તરીકે કામ કરશે. તમારે એક રાઉટર તમારી છત અથવા અન્ય કોઈ ઊંચી જગ્યા પર રાખવાનું રહેશે, જ્યારે બીજું ઘરની અંદર રાખવું પડશે.

હાર્ડવેર પ્રોસેસ પૂર્ણ થયા પછી, તમારે નેટવર્ક કનેક્શન ઉમેરીને ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવાની જરૂર છે. આ માટે તમારે પહેલા એરફાઈબરમાં Jio 5G સિમ એન્ટર કરવું પડશે અને પછી Jio Home એપ ડાઉનલોડ કરવી પડશે. આ પછી, તમારે Jio Fiber રાઉટર સાથે કનેક્ટ કરવું પડશે અને પછી WiFi પાસવર્ડ દાખલ કરવો પડશે, જે રાઉટરની નીચે મૂકવામાં આવશે.

વાયરલેસ કનેક્શન સિવાય યુઝર્સને Jio AirFiberમાં USB પોર્ટ, LAN અને WAN પોર્ટ મળશે. જો યુઝર્સ ઈચ્છે તો તેઓ સેટ-ટોપ બોક્સને Jio AirFiber સાથે પણ કનેક્ટ કરી શકે છે. આ પ્રોસેસ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ માટે છે. પોર્ટેબલ વર્ઝન વિશે ઘણું જાણીતું નથી.

Related posts

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

બેંગલુરુ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ ‘ગેલેક્સી આઈ સ્પેસ’ (GalaxEye) દ્વારા તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક સેટેલાઇટ ‘દ્રષ્ટિ’ (Drishti) નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું

Ahmedabad Samay

UPI ના ટ્રાન્જેક્શન પર PIN દાખલ કરવાને બદલે હવે પોતાના ફેસ ID અથવા ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરીને ચુકવણીઓને પ્રમાણિત કરી શકશે

Ahmedabad Samay

બદલાવા જઈ રહ્યો છે ગૂગલ સર્ચનો અંદાજ, AIની મદદથી મોટા આર્ટિકલને નાના કરી શકાશે

Ahmedabad Samay

ટ્વિટરની ચકલી ઉડી ગઈ, એલન મસ્કએ કંપનીને આપ્યું નવું નામ, જાણો શું છે આ સમગ્ર મામલો

Ahmedabad Samay

એઇટીન ડીજીટલે કોરોના કાળમાં ડીજીટલ પ્લેટફોર્મ પર પોતાનો સિક્કો જમાવ્યો,ડીજીટલ માર્કેટમાં ગુજરાતની ફાસ્ટેટ ગ્રોથ કરતી કંપની એટલે એઇટીન ડીજીટલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો