March 21, 2025
દેશટેકનોલોજી

વડાપ્રધાન મોદી સોમવારે e-RUPI લોન્ચ કરશે

વડાપ્રધાન મોદી સોમવારે e-RUPI લોન્ચ કરશે. આ e-RUPI એ પર્સન અને પર્પઝ સ્પેસિફિક ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ મારફતે તેનું લોન્ચિંગ કરીશે. પીએમઓ ઓફિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાય છે કે,

વર્ષોથી તેની ખાતરી કરવા માટે ઘણા કાર્યક્રમો શરૂ કરાયા છે કે સરકાર અને લાભાર્થીઓની વચ્ચે લિમિટેડ ટચ પોઇન્ટ્સની સાથે, લક્ષિત અને લીક- પ્રૂફ રીતે લાભ ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચશે

e-RUPI ડિજિટલ પેમેન્ટની માટે એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ માધ્યમ છે. તે એક ક્યૂઆર કોડ કે એસએમેસ સ્ટ્રિંગ- આધારિત ઇ-વાઇચર છે, જેને લાભાર્થીઓને મોબાઇલ પર પહોંચાડવામાં આવે છે.

આ અવરોધ રહિત વન ટાઇમ પેમેન્ટ મિકેનિઝમના યુઝર્સ, સેવા પ્રોવાઇડર પર કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ કે ઇન્ટરનેટ બેન્કિંગ એક્સેસ કર્યા વગર વાઉચરને રિડિમ કરવામાં સક્ષમ હશે.

તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ પોતાના યુપીઆઇ પ્લેટફોર્મ પર નાણાકીય સેવા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય કેન્દ્રના સહયોગથી વિકસીત કર્યુ છે.

e-RUPI, સર્વિસને સ્પોન્સર્સ વગર કોઇ ફિઝિકલ ઇન્ટરફેસને ડિજિટલ રીતે લાભાર્થીઓ અને સર્વિસ પ્રોવાઇઢરો સાથે જોડે છે. આ સાથે જ તેની પણ ખાતરી કરે છે કે લેવડ – દેવડ પૂર્ણ કર્યા બાદ જ સર્વિસ પ્રોવાઇડરને ચૂકવણી થાય.

e-RUPI,ની પ્રકૃતિ પ્રી-પેડ છે. આથી તે કોઇ પણ મધ્યસ્થી ભાગીદારી વગર સર્વિસ પ્રોવાઇઢરને સમયસર પેમેન્ટનું આશ્વાસન આપે છે.

e-RUPI નો ઉપયોગ માતૃ અને બાલ કલ્યાણ યોજનાઓ હેઠળ દવા અને ન્યુટ્રીશનલ સપોર્ટ ઉપલબ્ધ કરતી યોજના, ટીવી હટાવો કાર્યક્રમ, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડ્રગ્સ અને ડાયગ્નોસ્ટક્સ, ખાતર સબસીડી વગરે જેવી યોજનાઓ હેઠળ સેવાઓ આપવા માટે પણ કરી શકાય છે

New up 01

Related posts

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay

પ્રથમ તબક્કાની ૧૦૨ લોકસભા સીટો માટે આજે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું

Ahmedabad Samay

૦૮ વાગે વડાપ્રધાન નું રાષ્ટ્રને સંબોધન

Ahmedabad Samay

સિદ્ધુ મૂઝવાલાની માતા ચરણ કૌરે IVF ટેકનિક દ્વારા પુત્રને જન્મ આપ્યો

Ahmedabad Samay

આજ થી મહાકાલેશ્વર મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

Ahmedabad Samay

ટીએમસીના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે ચૂંટણી મેનેજમેન્ટનું પ્રોફેશન છોડવાનો નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો