અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ
પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી હોવાનું રાજ્ય સરકારે રજૂ કરેલા જવાબમાં સ્વિકાર્યું છે. હાઈકોર્ટમાં એફીડેવિટીમાં આ વાત સામે આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટ તરફથી જવાબ રજૂ કરવા માટે આદેશ કરાયો હતો.
- હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી
- પોલીસને લગતી બાબતોને લઈને સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર સુઓમોટો
- હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે દાખલ કરી એફિડેવિટ
- રાજ્યના પોલીસ વિભાગમાં 21.3 ટકા જગ્યા ખાલી
- એફિડેવિટમાં સરકારે કર્યો સ્વીકાર
ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. પોલીસને લગતી બાબતોને લઈને સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર સુઓમોટો પર આ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં પોલીસ વિભાગમાં ઘણી જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.
હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરી હતી. રાજ્યના પોલીસ વિભાગમાં 21.3 ટકા જગ્યા ખાલી હોવાનું સરકારે સ્વિકાર્યું હતું. એફિડેવિટમાં સરકારે ખુદ આ વાતનો સ્વીકાર કર્યો હતો.
સ્ટેટ રીઝર્વ ફોર્સની 4 હજાર જગ્યા ખાલી
રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરતા કહેવામાં આવ્યું હતું કે, 94 હજાર 194 જગ્યામાંથી 73 હજાર જેટલા પદો પર ભરતી કરાઈ છે. એટલે કે, પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત સ્ટેટ રીઝર્વ ફોર્સની કુલ જગ્યામાંથી 4 હજાર જગ્યા ખાલી છે. તેમ પણ સરકારે કહ્યું હતું. આમ હાઈકોર્ટના આદેશ બાદ મહત્વની વિગતોને લઈને એફિડેવિટ કરાઈ હતી.
રેલી સભાના નિયમો જાહેર
રેલી સરઘસ અને સભા માટે પણ દિશાનિર્દેશો જાહેર કરાયા હતા. ત્યારે અરજદારની માગ પર હાઈકોર્ટે આ મામલે સરકારને નિર્દેશ કર્યો હતો ત્યારે આ મામલે નિયમો જાહેર થતા રેલી, સભા અને સરઘસો અંગેનું જાહેરનામું પેપર અને મીડિયામાં પ્રસિદ્ધ કરવા નિર્દેશ કરવામાં આવ્યો હતો.