September 27, 2026
અપરાધગુજરાત

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

દિલ્‍હી  બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્‍યાં છે. ધમકી વાળી સ્‍કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍કવોડ પણ ઘટનાસ્‍થળે પહોંચી છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્‍યાનું પ્રાથમિક અનુમાન છે.

દિલ્‍હીની માફક એક પછી એક સ્‍કૂલમાં ઇ-મેઇલ આવ્‍યા હતા. અમદાવાદનું પોલીસ તંત્ર સાબદુ થયું છે. દિલ્‍હીમાં અનેક સ્‍કૂલોને ધમકી મળ્‍યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી.ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્‍દ્રીય વિદ્યાલય સહિતની       સ્‍કૂલોને ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્‍યો છે.

અમદાવાદમાં સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીમાં ઘાટલોડિયાની અમૃતા સ્‍કૂલ, ONGC કેન્‍દ્રીય વિધાલય, શાહીબાગની આર્મી કેન્‍ટોનમેન્‍ટ સ્‍કૂલને ધમકી મળી છે. ધમકી વાળી સ્‍કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું હતું. તેમજ બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍કવોડ પણ સ્‍કૂલોમાં પહોંચી હતી. હાલ ક્‍યાંયથી કોઇ વાંધાજનક વસ્‍તુઓ મળી નથી. જેમાં શંકાસ્‍પદ વસ્‍તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રાલયે જણાવ્‍યુ છે કે બોમ્‍બ મળ્‍યાની ધમકી અફવા છે. જેમાં SPGની ટીમ નિશાન સ્‍કૂલમાં પહોંચી છે.આ અંગે ક્રાઇમ બ્રાન્‍ચના ડીસીપી અજિત રાજીયાણે જણાવ્‍યું હતું કે, ૭ જેટલી સ્‍કૂલને ઇ-મેઈલથી ધમકી મળી છે. હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. આ ધમકી ભર્યો ઇ-મેઈલ ફેક ઇ-મેઈલથી આવ્‍યો છે.

અમદાવાદની ONGC કેન્‍દ્રીય વિદ્યાલય ચાંદખેડા, એશિયા ઈંગ્‍લિશ સ્‍કૂલ વષાાપુર, અમૃતા વિદ્યાલય ઘાટલોડીયા, કેલોરેક્ષ સ્‍કુલ ઘાટલોડીયા, આર્મી કેન્‍ટોનમેન્‍ટ તથા અન્‍ય બે સ્‍કૂલો અમદાવાદ ગ્રામ્‍યની છે.

Related posts

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ તરફથી કામિનીબેન ઝા ને તક અપાઇ, આ વખત જીત હાશેલ થઇ શકે તેવી શકયતા

Ahmedabad Samay

અસારવામાં 25.32 કરોડ, મણિનગરમાં 10.26 કરોડ ચાંદલોડીયમાં 48.18 કરોડના ખર્ચે તૈયાર થશે રેલ્વે સ્ટેશનો

Ahmedabad Samay

ભાજપ એક્શન મોડમાં આવી છે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની નિમણુંક કરાઈ

Ahmedabad Samay

પરિણીતાએ પ્રેમી યુવક પર જ ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કર્યો

Ahmedabad Samay

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, પણ ખાયેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ઓર બઢેગા ઇન્ડિયા

Ahmedabad Samay

ગુજરાતમાં 72 કલાક ભારે વરસાદની આગાહી: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા

admin

એક ટિપ્પણી મૂકો