અમદાવાદના નારોલ વિસ્તારમાં કોયલી તળાવ પાસે આવેલ સર્વિસ રોડ પર વારંવાર એક્સિડન્ટ થતો હોય છે અને રાહદારીઓને તેની સજા ભૂગતવી પડતી હોય છે.
પ્રજાની આ મુશ્કેલીઓ વિશે વિસ્તારના આમ આદમી પાર્ટી ને માલુમ પડતા તે સ્થળની મુલાકાત લેવામાં આવી. આમ આદમી પાર્ટીના ભાવેશ મારૂ દ્વારા મુલાકાત લેેેતા માલુમ પડ્યું હતું કે તે સર્વિસ રોડ પર આવેલ અમુક ગેરેજ ચલાવતા લોકોએ વાહનો પાર્ક કરી સર્વિસ રોડ સાંકળો કરી નાખ્યો છે અને અમુક જગ્યાએ ગેરકાયદેસર નું દબાણ કરેલું હતું .
આ ગેરકાયદેસર દબાણ ને કારણે વારંવાર આ સર્વિસ રોડ ઉપર અકસ્માત સર્જાતા હોય છે.