અમદાવાદના નરોડા વિસ્તારમાં રચિત રાજેશ જોષી નામનો હવસખોર યુવક કલ્પનાને ( નામ બદલેલ છે) વારે ઘડીએ વોટ્સએપ પર કોલ અને મેસેજ કરી પોતાની સાથે વાત કરવા દબાણ કરતો, ધમકાવતો અને બ્લેકમેલ કરતો કે “ તું મારી જોડે વાત નહિ કરે તો તારો કપડા ઉતારતો વિડીયો મારી જોડે છે એ હું વાયરલ કરી દઈશ.”
તેની આ ધમકી આપતા કલ્પના ગભરાઈ ગઈ અને તેની બદનામીન થાય તેમાટે તેના સાથે વાત કરવા લાગી, પરંતુ હવસખોર રચિત રાજેશ જોષીને તેના થી પણ સંતોષન થતા તેને બીભત્સ મેસેજો અને વાતચીત કરતો જેથી કલ્પનાએ. કંટાળીને તેને વોટ્સએપ પર બ્લોક કરી નાખ્યું જેને લીધે રચિત રાજેશ જોષી વધુ હેરાન કરવા લાગ્યો અને તેને ફોનપર ધમકી આપવા લાગ્યો કે જો તું મારી સાથે બોલવાનું ચાલુ નહિ રાખેતો તારો કપડા બદલતો વિડીયો વાયરલ કરી દઈશ, રચિત રાજેશ જોષી વારંવાર આવી ધમકી અને માનસિક ત્રાસ આપતો હતો,
હવસખોર રચિત રાજેશ જોષીએ તેની હવસખોરીની હદ વટાવી અને કહ્યું કે જો તું મારી સાથે હોટલ નહિ આવે તો તેનો વિડીયો વાયરલ કરી દેશે, જેથી યુવતી કંટાળીને તેની માતાને સમગ્ર ઘટના વિશે જાણ કરી જેથી સમગ્ર ઘટના વિશે કૃષ્ણનગર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી અને જોષી વિરુદ્ધ ગુન્હો નોધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે