September 21, 2026
ગુજરાત

જૂન મહિનાના બીજા સપ્તાહથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, ૧૫ જૂનથી ચોમાસુ શરૂ થશે

દક્ષિણ ભારતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત સહિત મધ્ય ભારતના અનેક રાજ્યોમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જૂન મહિનાના બીજા સપ્તાહથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જે અંતર્ગત વાદળો ઘેરાતા ગરમી અને બફારામાં આંશિક રાહત મળશે. આ દરમિયાન કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. જ્યારે 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જશે. તેમજ જૂન મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ વરસી શકે છે.

અત્યારે મધ્ય ગુજરાત પર સક્રિય થયેલુ સાઈક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન પર સ્થિર થયું હોવાથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીમાં ઘટાડો થયો છે. આગામી 5 દિવસ સુધી પણ રાજ્યમાં હવામાન સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આજે 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી હોટ શહેર બન્યું હતુ. આ ઉપરાંત રાજકોટમાં મહત્તમ તાપમાન 40.5, વડોદરામાં 39.4 અને સુરતમાં 35.7 ડિગ્રી નોંધાયું છે.

Related posts

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા શાળાનો વાર્ષિક ઇનામ વિતરણનું આયોજન કરાયુ

Ahmedabad Samay

અમદાવાદ: આગામી એક કલાકમાં આ વિસ્તારમાં માવઠાંની આગાહી, જાણો આજે ક્યાં વરસ્યો કમોસમી વરસાદ?

Ahmedabad Samay

અમદાવાદના આંગણે AGFTC અને IT બાર એસોસિએશન દ્વારા કોન્ક્લેવના પ્રથમ દિવસે નિષ્ણાતોએ આપ્યું વિષયવસ્તુનું જ્ઞાન

Ahmedabad Samay

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો