અલિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આદિત્ય ગિરીજી મહારાજે સંગઠનમાંથી રાજીનામું આપી દીધું છે,
તેમની તબિયત નબળી હોવાને કારણે તેમણે આ રાજીનામું આપ્યું છે, ખરાબ તબિયતને કારણે તે ઓ સંગઠનને સમય આપી શક્તા ન હતા. તે માટે શ્રી આદિત્ય ગિરીજી મહારાજે સ્વૈચ્છિક રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું છે.
શ્રી આદિત્ય ગિરીજી મહારાજના રાજીનામાં બાદ તમામ પ્રદેશના અધ્યક્ષ ની મંજૂરી થી અને ચર્ચા વિચારણા બાદ રાષ્ટ્રીય કક્ષાનું કાર્ય અને સંગઠન ન પ્રતેય ને લગાવને જોઈને આજ રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આદરણીય શ્રી પંકજ મિશ્રાજી ને બનવામાં આવ્યા છે.
સંગઠન આશા કરેછે કે તેમના નેતૃત્વમાં સંગઠન વધુને વધુ મજબૂત બને , તેમના માર્ગદર્શન હેઠળ દેશના તમામ પ્રદેશ વિકાસ કરશે. અને ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ શ્રી સોનુ શર્મા, સંગઠન મંત્રી કોમલસિંહ ભદોરીયા, જિલ્લા પ્રભારી શ્રી નિરજસિંહ ભદોરીયા, જિલ્લા સંગઠન મંત્રી રાજેશસિંહ તોમર,જિલ્લા મહામંત્રી શ્રી વિશાલ પાટણકર અને અમદાવાદ સમય સમાચારપત્ર પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ છે.