September 23, 2026
દુનિયારમતગમત

મહિલા ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમીફાઈનલમાં પણ એકતરફી જીત નોંધાવી

મહિલા એશિયા કપમાં લીગ રાઉન્ડમાં તોફાની પ્રદર્શન કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમીફાઈનલમાં પણ એકતરફી જીત નોંધાવી છે. દાંબુલામાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીત મેળવી હતી.

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં 80 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને આ ટાર્ગેટ હાંસલ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ આક્રમક બેટિંગ કરતાં લક્ષ્યનો આસાનીથી પીછો કર્યો હતો. સેમીફાઈનલમાં સ્મૃતિ મંધાનાએ માત્ર 38 બોલમાં અડધી સદી ફટકારી હતી.

બોલરોએ સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીતની સ્ક્રિપ્ટ લખી હતી. રેણુકા ઠાકુરે 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાધા યાદવે પણ 14 રનમાં 3 વિકેટ લીધી હતી. આ મજબૂત બોલિંગના આધારે બાંગ્લાદેશની ટીમ 20 ઓવર રમવા છતાં માત્ર 80 રન જ બનાવી શકી હતી. આ પછી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું અને બાંગ્લાદેશી બોલરોને પછાડી દીધા. સાવચેતીથી રમતા બંનેએ 43 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 10 ઓવરમાં 70 રન સુધી પહોંચાડ્યો. આ રીતે ટીમ ઈન્ડિયાને વિજય હાંસલ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો હંમેશા દબદબો રહ્યો છે. 2004માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ દરેક વખતે ફાઈનલમાં જગ્યા બનાવી છે. ટીમ ઈન્ડિયાએ 7 વખત એશિયા કપ જીત્યો છે અને એક વખત ફાઈનલમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાએ નવમી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે અને આઠમી વખત એશિયન ચેમ્પિયન બનવાનો તેમનો રસ્તો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં લઈ જવામાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ મહત્વની ભૂમિકા ભજવી છે. ઓફ સ્પિનર દીપ્તિએ 4 મેચમાં 9 વિકેટ લીધી છે. જ્યારે શેફાલીએ 4 મેચમાં 61થી વધુની એવરેજથી 184 રન બનાવ્યા છે.

Related posts

વિશ્વ કરતા ભારતમાં મોંઘવારી ઓછી. અમેરિકા જેવા વિકસિત દેશમાં મોંઘવારી સાતમા આસમાને

Ahmedabad Samay

MI Vs LGS: લખનઉ સામે આકાશ મધવાલે રચ્યો ઇતિહાસ, મુંબઇના બોલરે તોડ્યા અનેક રેકોર્ડ્સ

admin

Australia Playing 11: વોર્નર-ખ્વાજા કરશે ઓપનિંગ, આ અનુભવી હેઝલવુડનું લેશે સ્થાન,આવી હશે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11

Ahmedabad Samay

ઓલિમ્પિક: વેટલિફ્ટરમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ મેળવ્યું

Ahmedabad Samay

IPL 2023: SRHની જીતથી બદલાઈ ગયું પોઈન્ટ ટેબલ, હૈદરાબાદે લગાવી મોટી છલાંગ, જાણો નવા પોઈન્ટ ટેબલ વિશે

Ahmedabad Samay

સુર્યકુમારની તોફાની ઇનિંગથી ભારતે રાજકોટમાં છેલ્લી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી, ૯૧ રનથી જીત મેળવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો