November 18, 2025
જીવનશૈલીદુનિયા

બાબા વેંગા : ૨૦૨૪નું વર્ષ ‘આફતોનું વર્ષ’ રહેશે. તેમણે ૨૦૨૪ માટે કરેલી આગાહીમાં પ્રમુખ પુતિનના મોતનો પ્રયાસ કરાશે

યુક્રેન અને રશિયા તેમજ ઇઝરાયેલ અને હમાસ વચ્‍ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેવા સમયે બાબા વેંગાની વર્ષ ૨૦૨૪ની ભવિષ્‍યવાણીઓ હાલ ખૂબ જ ચર્ચામાં છે. બાબા વેંગાને નોષાાદેમસ પણ કહેવામાં આવે છે, કારણ કે તેમની અનેક આગાહીઓ સાચી પડી છે. તેમનો દાવો છે કે વર્ષ ૨૦૨૪નું વર્ષ ‘આફતોનું વર્ષ’ રહેશે. તેમણે ૨૦૨૪ માટે કરેલી આગાહીમાં પ્રમુખ પુતિનના મોતનો પ્રયાસ, યુરોપમાં આતંકી હુમલા વધવાથી લઇને કેન્‍સર અને અલ્‍ઝાઇમરની સારવાર શોધવાનો સમાવેશ થાય છે.

બાબા વેંગાએ જ વર્ષ ૨૦૨૨માં યુક્રેન પર હુમલાની ભવિષ્‍યવાણી કરી હતી. તેમને બાલ્‍ગનના નોષાાદેમસ કહેવાય છે. વર્ષ ૧૯૧૧માં જન્‍મેલા રહસ્‍યવાદી મહિલા બાબા વેંગાએ દાવો કર્યો છે કે વાવાઝોડામાં ફસાઇ ગયા પછી પોતે અંધ થઇ ગઇ હતી. માનવામાં આવે છે કે તેમનામાં ભવિષ્‍યવાણી કરવાની અસાધારણ ક્ષમતા હતી. બાબા વેંગાનું મળત્‍યુ ૨૬ વર્ષ પહેલા ૮૪ વર્ષની વયે થઇ ગયું હતું પરંતુ તેમની ભવિષ્‍યવાણીઓ તેમના મોતના ઘણા સમય પછી પણ સાચી સાબિત થઇ રહી છે.

વર્ષ ૨૦૨૪ માટે પણ બાબા વેંગાએ કેટલીક ભવિષ્‍યવાણીઓ કરી હતી, તેમણે કહ્યું હતું કે ૨૦૨૪માં પળથ્‍વીની કક્ષા બદલાશે, જેનો અર્થ એ છે કે આપણે પૂર અથવા આગામી હિમયુગનો સામનો કરવો પડી શકે છે. જોકે તે એ વાત પર નિર્ભર કરશે કે પળથ્‍વી સૂર્યથી કેટલી દૂર હશે. બાબા વેંગાએ પુતિનની હત્‍યાથી લઇને મેડિકલની સફળતાઓ અંગે પણ અનેક મોટી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.

બાબા વેંગાએ કદાચ એવું અનુમાન કરી લીધું હશે કે રશિયાના પ્રમુખ વ્‍લાદિમિર પુતિનની આગામી વર્ષે તેમના દેશના જ કોઇ વ્‍યક્‍તિ દ્વારા હત્‍યા કરાશે. નોંધનીય છે કે તાજેતરમાં જ પુતિનનું મોત થયું હોવાના સમાચાર વહેતા થયા હતા. જોકે, ક્રેમલિને તેને નકારી કાઢયા હતા.

બાબા વેંગાએ વિનાશક હથિયારો અંગે ભવિષ્‍યવાણી કરી હતી. તેમનો દાવો છે કે એક ‘મોટો દેશ’ આગામી વર્ષે જૈવિક હથિયારોનું પરીક્ષણ અથવા હુમલો કરશે. આતંકીઓ આગામી વર્ષે યુરોપમાં અરાજકતા ફેલાવશે. આગામી વર્ષે સાયબર હુમલામાં પણ વધારો થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પળથ્‍વીની કક્ષામાં પરિવર્તન થઇ શકે છે, જે સામાન્‍ય રીતે ઘણા લાંબા સમયે થતું હોય છે પરંતુ જો તે જલ્‍દી થશે તો આપણે ભયાનક પ્રાકળતિક આપત્તિઓ અને ત્‍યાં સુધી કે વિકિરણના સ્‍તરમાં વધારો પણ જોઇ શકીશું. બાબા વેંગાએ કહ્યું કે, ૨૦૨૪માં મોટું આર્થિક સંકટ આવશે, જેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે. આગામી વર્ષ આફતોથી ભરેલું હોવા છતાં દુનિયામાં કેટલાક સારા સમાચાર પણ જોવા મળશે. ૨૦૨૪માં ક્‍વાન્‍ટમ કમ્‍પ્‍યુટરિંગમાં મોટી સફળતા મળશે.

વધુમાં બાબા વેંગાએ એવી પણ ભવિષ્‍યવાણી કરી છે કે ૨૦૨૪માં અલ્‍ઝાઇમર અને કેન્‍સર સહિત અસાધ્‍ય બીમારીઓ માટે નવી સારવાર શોધી લેવાશે.

Related posts

ધોયા વગર ટુવાલનો વારંવાર ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખતરનાક, તરત જ બદલો આ આદત

Ahmedabad Samay

PM મોદી રશિયાની મુલાકાત બાદ બુધવારે ઐતિહાસિક મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા

Ahmedabad Samay

ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીના એડમિશન માટે જરૂરી સૂચના

Ahmedabad Samay

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

Ahmedabad Samay

Mobile In Toilet: શું તમે પણ ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ કરો છો? આ રોગો હુમલો કરી શકે છે

Ahmedabad Samay

વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો મેડલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો