કઠવાડા ખાતે આવેલ શ્રી નારાયણા હાયર સેકેંડરી સ્કુલ ની ટીમ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈંડિયા અને ગુજરાત સ્પોર્ટસ ઓથોરિટી આયોજિત જિલ્લા કક્ષા ની અંડર ૧૯ કબ્બડી સ્પર્ધા માં વિજેતા રહી હતી. આ સ્પર્ધામાં ટોટલ ૧૭ ટીમો એ ભાગ લીધો હતો. શાળા ના ૭ ખેલાડીઓ ની પસંદગી પણ જિલ્લા સ્તર ની ટીમ માં કરવામાં આવી છે.
સાથ સાથે વોલીવોલ ની સ્પર્ધા માં પણ ૨૫ ટીમો એ ભાગ લીધો હતો જેમાં વોલીવોલ ની ટીમ રનર અપ રહી હતી અને ટીમ ના ૪ ખેલાડીઓ ની પસંદગી જિલ્લા સ્તર ની ટીમ માં કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ ની સફળતાની પાછળ કોચ શ્યામ સર અને જીગ્નેશ સર નો મહત્વ નો ફાળો છે.