November 6, 2026
મનોરંજન

સની દેઓલ-રણદીપ હુડ્ડા સ્ટારર આગામી એક્શન ફિલ્મ ‘જાટ’નું પહેલું ગીત થયું રિલીઝ થઈ

અભિનેતા સની દેઓલ-રણદીપ હુડ્ડા સ્ટારર આગામી એક્શન ફિલ્મ ‘જાટ’નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા ‘ટચ કિયા’ ના ધમાકેદાર ડાન્સ નંબરમાં જોરદાર ડાન્સ કરતી જોવા મળી હતી. આ ગીતમાં ઉર્વશી રૌતેલાની સાથે, ફિલ્મમાં ખલનાયક રણતુંગાની ભૂમિકા ભજવી રહેલા રણદીપ હુડ્ડા અને અભિનેતા વિનીત કુમાર સિંહ પણ જોવા મળ્યા હતા. ઉર્વશી તેના વિસ્ફોટક ડાન્સ મૂવ્સ સાથે ફ્લોર પર ડાન્સ કરતી જોવા મળી. આ હાઇ-એનર્જી પાર્ટી સોંગ મધુવંતી બાગચી અને શાહિદ માલ્યા દ્વારા ગાયું છે, જેના શબ્દો કુમાર દ્વારા લખાયેલા છે અને સંગીત થમન એસ દ્વારા રચિત છે.અગાઉ, અભિનેત્રીએ કહ્યું હતું કે તે 12 વર્ષ પછી અભિનેતા સની દેઓલ સાથે કામ કરવા માટે ઉત્સાહિત અને ખુશ છે.

આ પ્રોજેક્ટ અંગે ઉર્વશીએ કહ્યું હતું કે, “૧૨ વર્ષ પછી સની દેઓલ સર સાથે કામ કરવું ખૂબ જ સરસ છે અને હું આ માટે મારી જાતને ભાગ્યશાળી માનું છું. તે એક મહાન એક્શન હીરો છે.”ઉર્વશી રૌતેલાએ 2013 માં આવેલી ફિલ્મ ‘સિંહ સાબ ધ ગ્રેટ’ માં સની દેઓલ સાથે કામ કર્યું છે. તેણીએ કહ્યું, “જ્યારે હું 19 વર્ષની હતી, ત્યારે તેમણે મને 2013 ની હિટ ફિલ્મ ‘સિંહ સાબ ધ ગ્રેટ’ માં કાસ્ટ કરી હતી, જે મુખ્ય ભૂમિકામાં મારી પહેલી ફિલ્મ હતી. અમે આગામી ફિલ્મ માટે ફરી સાથે છીએ.”ઉર્વશીએ કહ્યું, “‘સિંહ સાબ’ તો માત્ર શરૂઆત હતી. ‘જાટ’ એક અલગ જ સ્તરે હશે.

૧૨ વર્ષ પછી તેમની સાથે સ્ક્રીન પર પાછા આવવા માટે હું ઉત્સાહિત છું.”મૈત્રી મૂવી મેકર્સે રવિવારે ગીતનું સ્ટિલ પોસ્ટર રિલીઝ કર્યું, જેમાં ઉર્વશીની ઝલક જોવા મળી. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, “જાટનું ટ્રેલર મોટા પાયે લોન્ચ કર્યા પછી, ફિલ્મના એક ધમાકેદાર ગીતનો સમય આવી ગયો છે. ‘જાટ’નું પહેલું ગીત ‘ટચ કિયા’ છે.”

Related posts

Deepika On Working With Salman: દીપિકા પાદુકોણની શાહરૂખ સાથે નહીં પણ સલમાન ખાન સાથેની પહેલી ફિલ્મ બની હોત જો તેણે આ નિર્ણય ન લીધો હોત તો…!

Ahmedabad Samay

ફિલ્મ ઇમર્જન્સી’ની રિલીઝ પહેલા કંગના રનૌતને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી

Ahmedabad Samay

લોકડાઉન માં ઘરે બેઠા બેઠા શુ કરવું.?

Ahmedabad Samay

Bollywood Mothers: નાની મા અને મોટો દીકરો, આ હિરોઈનોએ પડદા પર પોતાનાથી નાના કલાકારોની માતાનો રોલ નિભાવ્યો….

Ahmedabad Samay

લોકમેળામાં યાંત્રિક રાઈડના પ્લોટ માટે અંતે હરાજી થઈ, રૂ. ૧.૪૨ કરોડની આવક

Ahmedabad Samay

પુષ્પા -2 એ રિલીઝ પહેલા રચ્યો ઇતિહાસ, ૧૦૦૦ કરોડની કરી કમાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો