August 10, 2026
ગુજરાત

રાજ્‍યભરના ગરબા સંચાલકોનો કોન્‍ટેક્‍ટ કરી ગરબા સાથે મહિલા પોલીસની સી ટીમ દ્વારા આવી સેલ્‍ફ ટ્રેનિંગ આપવામાં આવશે.                 

રાજ્‍ય લેવલના મહિલા સેલના વડા અજયકુમાર ચૌધરીએ  જણાવેલ કે ગરબા શીખવા માટે જતી યુવતીઓ, બાળાઓ બેધડક રીતે દેશભરમાં આદર્શરુપ સુરક્ષા મોડલ મુજબ આરામથી કોઈ લુખ્‍ખા કે અસમાજિક તત્‍વોના ભય વિના જાય તેવું વાતાવરણ સર્જવામાં આવશે. રાજ્‍યભરના ગરબા સંચાલકોનો કોન્‍ટેક્‍ટ કરી ગરબા સાથે મહિલા પોલીસની સી ટીમ દ્વારા આવી સેલ્‍ફ ટ્રેનિંગ આપવામાં આવશે.

ગરબા તાલીમ સંચાલક પોલીસ કમિશનરથી માંડી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અને પોલીસ મથકના જવાબદારોના મોબાઇલ નંબર તાલીમી યુવતીઓને મળી રહે તેવી સુરક્ષા વ્‍યવસ્‍થા માટે રાજ્‍યભરના જવાબદાર અધિકારીઓને સીઆઇડી ક્રાઈમ વડાના સૂચનથી અમારા દ્વારા પત્ર પાઠવવામાં આવ્‍યો,

અજય ચૌધરી
અજય ચૌધરી

સીઆઈડી ક્રાઇમના એડિશનલ ડીજીપી અજય ચૌધરીએ જણાવ્‍યું કે ગરબા શીખવા જતી યુવતીઓ, પોલીસ સ્‍ટાફના મહિલા પોલીસના કોન્‍ટેક્‍ટ આધારે તેમના મોબાઇલ નંબર સાથે રાખવાથી અને એક જાતના સંબંધો બાંધવાથી વિશ્વાસ સાથે હિમંત કેળવાશે.

અત્રે એ યાદ રહે કે અંબાજી પગપાળા જતા મહિલા યાત્રીઓને પણ પોલીસની મહિલા ટીમો મળી,કોઈ મુશ્‍કેલી હોય તો પોતાને તુરંત ફોન કરવા જણાવેલ. વિવિધ શહેરોમાં ગણપતિ ઉત્‍સવ વખતે પણ મહિલા સી ટીમ એક્‍ટિવ રહેલ. રાજ્‍યભરમાં આવી ૭૦૦ થી વધુ સી ટીમ એક્‍ટિવ મોડમાં આવી કાર્ય કરે છે. ગુજરાતમાં બહેનો મોડી રાતે પણ હિંમતપૂર્વક એકલી નીકળી શકે તેવું વાતાવરણ સર્જવા વડાપ્રધાન અને કેન્‍દ્રીયમંત્રી સાથે ગુજરાતના મુખ્‍ય મંત્રી, ગ્રહમંત્રીની સતત અભિલાષા ક્રાઈમના વડા, અને એડિશનલ ડીજીપી મહિલા સેલના આવકારદાયક નિર્ણયથી પૂર્ણ થતા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર દ્વારા પણ આ નિર્ણય વધાવાયો છે.

Related posts

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

Ahmedabad Samay

રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે હિયા ફાઉન્ડેશન ની ટીમ મહિલાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું

Ahmedabad Samay

અગોરા મોલ ખાતે વાસ્તુ એસ્ટ્રો બિઝનેસ વિઝનરી એવોર્ડ અને ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026 નું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો