અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ રામ વંદન ફ્લેટમાં મોડી રાત્રે ફ્લેટની દીવાલ પરથી છલાંગ લગાવી ૦૫ જેટલા ચડ્ડી બનીયાન ધારી ગેંગે ફ્લેટના જે બ્લોકમાં લૂંટ ચલાવી હતી,
ગરમીનો સમય હોવાના કારણે લોકો ધાબા પર સુવા જતા હોય છે તેનો ફાયદો ઉઠાવી મોડી રાત્રે ઘરમાં લૂંટ ચલાવી હતી જેમાં તેવો એ અંદાજીત છ થી સાત લાખની લૂંટ ચલાવી છે, એક ઘરમાંથી સોના ચાંદીના દાગીના ની લૂંટ કરાઇ છે તો એક ઘર કપડાના વેપારીનો હતો જેમાં કપડાંની પણ લૂંટ કરી છે.
પોલીસને આ ઘટનાની જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી, સીસીટીવી ફુટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.