September 24, 2026
મનોરંજન

આજે  કોમેડી, થ્રિલર, એડવેન્‍ચર અને રોમાન્‍સથી ભરપૂર #Movies થઇ રિલીઝ

સિનેમાઘરોમાં જઈને ફિલ્‍મો #Movies જોવાના શોખીન લોકો શુક્રવારની આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે. જોકે, હવે તેમની આતૂરતાનો અંત આવવાનો છે. કારણ કે આજે  કોમેડી, થ્રિલર, એડવેન્‍ચર અને રોમાન્‍સથી ભરપૂર ફિલ્‍મો #Movies રિલીઝ થવાની છે. જેમાં બોલીવુડ તથા સાઉથ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીની કુલ ૬ ફિલ્‍મોનો સમાવેશ થાય છે. આ ફિલ્‍મો કઈ કઈ છે? આવો જાણીએ.

જો તમે ફેમિલી ડ્રામા ફિલ્‍મો પસંદ છે. તો તમારા માટે આ અઠવાડિયે ‘હીર એક્‍સપ્રેસ’ ફિલ્‍મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્‍મમાં તમને દિવ્‍યા જુનેજા, પ્રીત કમાની, આશુતોષ રાણા અને ગુલશન ગ્રોવર, સંજય મિશ્રા જેવા કલાકારો જોવા મળશે. ફેમિલી ડ્રામા બાદ રોમેન્‍ટિક-કોમેડી ફિલ્‍મ પણ રિલીઝ થઈ રહીં છે. જેનું નામ ‘મનુ ક્‍યાં કરેગા’ છે. સંજય ત્રિપાઠીએ આ ફિલ્‍મ ડિરેક્‍ટ કરી છે. આ ફિલ્‍મમાં તમને વ્‍યોમ યાદવ લીડ રોલમાં જોવા મળશે. તેની સાથે કુમુદ મિશ્રા, વિનય પાઠક અને સાચી બિન્‍દ્ર પણ જોવા મળશે. આ સિવાય રોમેન્‍સ ફિલ્‍મોની સિકવન્‍સમાં ‘લવ ઈન વિયતનામ’ નામની ફિલ્‍મ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્‍મમાં ‘ટીકુ વેડ્‍સ શેરૂ’ની અભિનેત્રી અવનીત કૌર અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો અભિનેતા શાંતનું મહેશ્વરી મુખ્‍ય ભુમિકામાં જોવા મળશે. રોમાન્‍ટિક ફિલ્‍મોના ચાહકોને આ ફિલ્‍મ પસંદ આવશે.

ફેમિલી ડ્રામા અને રોમેન્‍સની કેટેગરી સિવાય કોમેડી અને એડવેન્‍ચરથી ભરપૂર ફિલ્‍મો પણ રિલીઝ થઈ રહી છે. જેમાં પહેલું નામ ‘એક ચતુર નાર’ છે. આ એક કોમેડી ફિલ્‍મ છે, જેમાં દિવ્‍યા ખોસલા કુમાર અને નીલ નિતિન મુકેશ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્‍મના ટ્રેલરને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. કોમેડી ફિલ્‍માના ચાહકો હવે આ ફિલ્‍મના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.

આ મહિને મનોજ બાજપેયીની સતત બીજા શુક્રવારે બીજી ફિલ્‍મ રિલીઝ થઈ રહી છે. ગયા શુક્રવારે તેની ‘ઇન્‍સ્‍પેક્‍ટર જેંડે’ ફિલ્‍મ નેટફિલક્‍સ પર રિલીઝ થઈ હતી. હવે આ શુક્રવારે તેઓ એક મેજિકલ-ડ્રામાં ફિલ્‍મ લઈને આવી રહ્યા છે. જેનું નામ ‘જુગનુમા’ છે. આ ફિલ્‍મમાં મનોજ બાજપેયી સિવાય પ્રિયંકા બોસ, દીપક ડોબરિયાલ અને હીરલ સિદ્ધુ જેવા સ્‍ટાર કલાકાર પણ જોવા મળશે.

સાઉથ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાંથી આ અઠવાડિયે સાયન્‍સ-ફિક્‍શન ફિલ્‍મ રિલીઝ થઈ રહી છે. જેનું નામ ‘મિરાઈ’ છે. કાર્તિ ગટ્ટામનેની અને અનિલ આનંદે ડિરેક્‍ટ કરેલી આ ફિલ્‍મમાં તેજા સજ્‍જા અને મંચૂ મનોજ લીડ રોલમાં જોવા મળશે. ટ્રેલર પરથી આ ફિલ્‍મ એડવેન્‍ચર અને એક્‍શનથી ભરપૂર લાગી રહી છે.

Related posts

કેસરી – ૦૨ ફિલ્મ જોઈ થિયેટરમાંથી બહાર નીકળનારો દર્શક એક સારી ફિલ્‍મ જોયાનો આનંદ લઈને જશે તે નક્કી.

Ahmedabad Samay

શાહરૂખ ખાનની ‘જવાન’માં એક્શન સીન હશે વધુ જોરદાર, ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ અને ‘કેપ્ટન અમેરિકા’ને આપશે ટક્કર

Ahmedabad Samay

ભારતી ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા

Ahmedabad Samay

Bobby Deol on His Failure: બોબી દેઓલે વર્ષો પછી ફ્લોપ ફિલ્મો પર કર્યો ખુલાસો, કહ્યું- કોઈએ તેને ગંભીરતાથી નથી લીધું…

Ahmedabad Samay

Iifa ફિલ્મફેર એવોર્ડમાં ‘લાપતા લેડીઝ’નો દબદબો: કિરણ રાવની આ ફિલ્મે અનેક મહત્વના એવોર્ડ પોતાના નામે કર્યા, જાણો કોને કેટલા અને કયા એવોર્ડ મળ્યા

Ahmedabad Samay

કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ ની NCB એ કરી ધરપકડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો