September 18, 2024
મનોરંજન

ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રણબીર કૂપરની બહેન રિદ્ધિમા કપૂર સાહની મુખ્ય ભૂમિકામાં હશે

બોલીવુડમાં ચર્ચાઓ થઈ રહી છે કે તો ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રિદ્ધિમા કપૂર સાહની મુખ્ય ભૂમિકામાં હશે. રિદ્ધિમા બોલીવુડ સ્ટાર રણબીર કપૂરની મોટી બહેન છે. ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા અત્યાર સુધી એક્ટિંગથી દૂર રહી છે. તે જ્વેલરી ડિઝાઇનર છે. કપૂર ફેમિલીમાં એક નિયમ હતો કે પરિવારની પુત્રવધુ અને દીકરીઓ ફિલ્મી પડદે કામ નહીં કરે. જોકે કરિશ્મા અને કરીના કપૂર એ કપૂર પરિવારની આ પરંપરાને બદલી છે. ત્યારે હવે 43 વર્ષમાં કપૂર પણ એક્ટિંગની દુનિયામાં આગળ વધી રહી છે.

ચર ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રિદ્ધિમા કપૂરની સાથે દિલ્હીના તેની પાર્ટી સર્કલની તેની ફ્રેન્ડ કલ્યાણી શાહ ચાવલા અને શાલિની પાસી પણ શોમાં જોડાશે. જણાવી દઈએ કે આ શોની પહેલી બે સીઝન ફ્લોપ સાબિત થઈ હતી. તેથી જ શોની ક્રિએટિવ ટીમે ત્રીજી સિઝન માટે નવા ચહેરા રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

શોની પહેલી 2 સીઝનમાં નીલમ કોઠારી, મહીપ કપુર, ભાવના પાંડે અને સીમા સજદેહ જોવા મળ્યા હતા. આ બંને સીઝન તેમના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન પર કેન્દ્રિત હતી જો કે તે લોકોને પસંદ પડી નહીં.

Related posts

કિસી કા ભાઈ કિસી કી જાનના ટ્રેલર લોન્ચ વખતે સલમાન ખાને શહેનાઝ ગિલના સંબંધોનો પર્દાફાશ કર્યો? કહ્યું- શહનાઝ તમે આગળ વધો…

Ahmedabad Samay

રણવીર સિંહ કલર્સ ચેનલ પર એક ક્વિઝ શો લઈને આવી રહ્યો છે

Ahmedabad Samay

Nora Fatehi: બદન પે સિતારે લપેટાયેલ સ્ટાર્સ, નોરા ટ્રાન્સપર્ન્ટ ડ્રેસમાં બહાર આવી, તેની શૈલી બતાવી…

Ahmedabad Samay

આલિયાએ પોતાના ચાહકોને આવી તસ્વીરો થકી સરપ્રાઇઝ આપી, એકાંતમાં જોજો આ ફોટો

Ahmedabad Samay

શોર્ટ ફિલ્મ ‘નટખટ’ ઓસ્કર રેસમાં સામેલ

Ahmedabad Samay

યામી ગૌતમ અને વિક્રાંત મેસીની રોમાન્ટિક અને કોમેડી ફિલ્મ ‘ગિન્ની વેડ્સ સની’ ૦૯ ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો