September 23, 2026
પોલ્યુશન
ગુજરાતજીવનશૈલી

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. મેટ્રોસિટીનો સરેરાશ AQI 236 પર પહોંચ્યો છે. અમદાવાદમાં એક વિસ્તારમાં નહીં પરંતુ મોટાભાગના વિસ્તારોમાં AQI ઊંચો નોંધાયો છે. થલતેજના જયઅંબે નગરમાં AQI 260 નોંધાયો છે. ત્યારે સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં AQI 247 નોંધાયો છે.

આ ઉપરાંત અમદાવાદના અન્ય વિસ્તારોની વાત કરીએ તો સોનીની ચાલી વિસ્તારમાં AQI 236 અને રખિયાલમાં AQI 228 નોંધાયો છે. બીજી તરફ ઈસરો, બોડકદેવ સહિતના શહેરના અનેક વિસ્તારોમાં AQI 230ને પાર ગયો છે.

ઠંડી વચ્ચે અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા કથળી રહી છે. સવારે 8 વાગ્યાની આસપાસ શહેરનો સરેરાશ AQI 236 નોંધાયો હતો. તો સાડા આઠની આસપાસ શહેરના અનેક વિસ્તારોમાં AQI 230ની ઉપર પહોંચી ગયેલો જોવા મળ્યો. ઈસરો, બોડકદેવ, સી.પી. નગર, ઉષ્માનપુરા સહિતના વિસ્તારોમાં AQIનું સ્તર ચિંતાજનક રીતે 230ની ઉપર જોવા મળ્યું હતું

Related posts

લો હવે ઘરેજ કરીલો કોરોના ટેસ્ટ. ટેસ્ટ માટેની જાણો મહત્વની વાતો

Ahmedabad Samay

કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર વનરાજસિંહ જાડેજાનું ગાંધીનગર ખાતે દુઃખત અવસાન થયું

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં માતાનું અંગદાન કરીને 20 વર્ષના પુત્ર એ ચાર જીંદગી બચાવી !!

Ahmedabad Samay

સોલા સિવિલ હોસ્પિટલમા વેક્સીન લેવા આવનારા સ્વંયસેવકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

Ahmedabad Samay

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો