November 4, 2026
દુનિયા

ઇરાનમાં તેહરાન સહિત અનેક શહેરોમાં પ્રચંડ વિસ્ફોટોના અવાજથી ફફડાટ

ઇરાનમાં તેહરાન સહિત અનેક શહેરોમાં પ્રચંડ વિસ્ફોટોના અવાજથી ફફડાટ, ઈઝરાયેલ અથવા અમેરિકા દ્વારા સૈન્ય કમાન્ડરોને નિશાન બનાવાયાની આશંકા અહવાઝ, તબરીઝ અને બંદર અબ્બાસ સહિતના વિસ્તારોમાં ‘બોમ્બ મારો’?

હુમલા પાછળ ગુપ્તચર એજન્સીઓ હોવાની ચર્ચા વચ્ચે અમેરિકાએ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી,મોટા પાયે જાનહાનિની ભીતિ, વૈશ્વિક અફવાઓનું બજાર ધણધણયુ.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત સાથે જ વિશ્વ ફરી એકવાર યુદ્ધના મુખમાં ધકેલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના નેતૃત્વ વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ અને હિંસા રોકવા માટે એક “ગુપ્ત સમયમર્યાદા” આપી છે. વોશિંગ્ટન તરફથી સ્પષ્ટ સંકેત છે કે જો નિર્ધારિત સમયમાં શરતો નહીં મનાય, તો લશ્કરી કાર્યવાહી નિશ્ચિત છે.
અમેરિકાની કિલ્લેબંધી: શસ્ત્રોનો ખડકલો અને નૌકાદળનો કાફલો ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ભીંસમાં લેવા માટે ઈઝરાયેલ અને સાઉદી અરેબિયાને અબજો ડોલરના અત્યાધુનિક શસ્ત્રો આપવાની મંજૂરી આપી દીધી છે. એટલું જ નહીં, અમેરિકી નૌકાદળનો એક વિશાળ કાફલો (Armada) ગલ્ફ ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યો છે. આ કાફલો અગાઉના કોઈપણ ઓપરેશન કરતા મોટો હોવાનું મનાય છે, જે ટ્રમ્પના આક્રમક ઈરાદાઓ સાબિત કરે છે.

ઈરાનનો વળતો પ્રહાર: ૧,૦૦૦ ડ્રોન અને મિસાઈલ હુમલાની ધમકી અમેરિકાના દબાણ સામે ઝૂકવાને બદલે ઈરાને પણ યુદ્ધની તૈયારીઓ તેજ કરી દીધી છે. ઈરાની સેનાએ પોતાના કાફલામાં ૧,૦૦૦ નવા ઘાતક ડ્રોન સામેલ કર્યા છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) માં ઈરાને મોટા પાયે સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે, પરંતુ તેમનો બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ ક્યારેય કરારનો ભાગ બનશે નહીં.
IRGC આતંકવાદી જાહેર અને બંદર પર વિસ્ફોટો
તણાવની વચ્ચે યુરોપિયન યુનિયન (EU) એ પણ ઈરાનના ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) ને આતંકવાદી સંગઠન જાહેર કરીને આગમાં ઘી હોમ્યું છે.

બીજી તરફ, ઈરાનના દક્ષિણ બંદર ‘અબ્બાસ’ ખાતે એક બોટમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટે યુદ્ધની આશંકાઓને વધુ પ્રબળ બનાવી છે. જોકે, ઈરાને તેમના નેવી ચીફના મોતના અહેવાલોને અફવા ગણાવ્યા છે. ઈરાની અર્થતંત્ર વેન્ટિલેટર પર
યુદ્ધના ભય અને અમેરિકી પ્રતિબંધોની સીધી અસર ઈરાની જનતા પર પડી રહી છે. દેશમાં ઇન્ટરનેટ શટડાઉનને કારણે ઓનલાઈન બિઝનેસમાં ૮૦% નો ઘટાડો થયો છે, જેનાથી સામાન્ય નાગરિકોની કમર તૂટી ગઈ છે. સાઉદી અરેબિયાએ પણ ચેતવણી આપી છે કે જો અમેરિકા અત્યારે કડક કાર્યવાહી નહીં કરે, તો ઈરાન ભવિષ્યમાં વધુ ખતરનાક બનશે.

Related posts

વિશ્વભરમાં અલ નીનો નો” વધતો જતો ખતરો, જાણો શુ છે એ ખતરનાક અલ નીનો

Ahmedabad Samay

ફેસબુકનું સર્વર થયું ડાઉન,પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સર્વરમાં થઇ ટેકનિકલ ખામી

Ahmedabad Samay

દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની નવી મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

બિલાવલ ભટ્ટો બાદ પાકિસ્તાનની મંત્રી સાઝિયા મર્રીએ ભારત વિશે ઝેર ઓક્યું

Ahmedabad Samay

અફઘાનિસ્તાન એકા એક ધમાકાથી કાપી ઉઠ્યું

Ahmedabad Samay

ક્‍વિક પેમેન્‍ટ UPI ક્ષેત્રે ભારતે ડંકો વગાડ્‍યો છે અને તે વિશ્વના અન્‍ય દેશોની તુલનાએ સૌથી મોખરે રહ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો