પાકિસ્તાનની મંત્રી સાઝિયા મર્રીએ કહ્યું કે અમે ભારત વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી રહ્યાં નથી પરંતુ હિન્દુસ્તાનમાં જે વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર છે તેની વિરુદ્ધ અમારી ફરિયાદ છે. તેણે કહ્યું કે તમે વારંવાર પાકિસ્તાન વિરુદ્ધ આરોપતા લગાવશો અને પાકિસ્તાન ચુપચાપ સાંભળતું રહેશે તે થવાનું નથી. શાઝિયાએ મોદી સરકારને પડકાર આપતા સુધરી જવાનું કહ્યું હતું. બિલાવલ ભુટ્ટોના પુતળા સળગાવવાની ધમકી આપી રહ્યાં છો, જ્યારે તમારા ખુદના પુતળા હિન્દુસ્તાનમાં સળગી રહ્યાં છે.
શાઝિયા મર્રીએ મોદી સરકારને કહ્યું કે જો મોદી સરકાર લડશે તો જવાબ પણ મળશે. અમને જે ન્યૂક્લિયર સ્ટેટનો દરજ્જો મળ્યો છે તે મૌન રહેવા માટે રાખ્યો છે. પાકિસ્તાન જવાબ આપવાનું પણ જાણે છે. હકીકતમાં શાઝિયા મર્દીની આ પ્રતિક્રિયા બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં આવી છે. બિલાવલ ભુટ્ટોએ હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેમાં તેણે તેમને ગુજરાતના કસાઈ જણાવ્યા હતા.
બિલાવલ ભુટ્ટોએ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્રની બાજુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત સરકારને મહાત્મા ગાંધીના બદલે હિટલરથી પ્રભાવિત હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. બિલાવલે પીએમ મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા.