September 21, 2026
જીવનશૈલી

જો તમારે દરરોજ રાત્રે ત્રણથી ચાર વખત અથવા તેનાથી વધુ વાર બાથરૂમ જવા માટે ઊંઘ બગાડવી પડે છેતો આ સમાચાર આપના માટે છે ખાસ

રાત્રિના સમયે ગાઢ ઊંઘમાંથી એકાદ-બે વાર પેશાબ કરવા માટે જાગવું એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ જો તમારે દરરોજ રાત્રે ત્રણથી ચાર વખત અથવા તેનાથી વધુ વાર બાથરૂમ જવા માટે ઊંઘ બગાડવી પડતી હોય, તો આ બાબતને બિલકુલ અવગણશો નહીં. હેલ્થ નિષ્ણાતોના મતે, આ સ્થિતિ તબીબી વિજ્ઞાનમાં “નોક્ટુરિયા” તરીકે ઓળખાય છે. નોક્ટુરિયા પોતે કોઈ સ્વતંત્ર રોગ નથી, પરંતુ તે શરીરમાં અંદરખાને પનપી રહેલી કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો પ્રારંભિક સંકેત ચોક્કસ હોઈ શકે છે.

રાત્રે વારંવાર ઊંઘમાં વિક્ષેપ પડવાને કારણે માત્ર આરામ જ નથી છીનવાતો, પણ દિવસભર અતિશય થાક, ચીડિયાપણું અને શારીરિક નબળાઈ પણ ઘેરી વળે છે.

યુરોલોજી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાત્રે વારંવાર પેશાબ થવાનું સૌથી મુખ્ય અને સામાન્ય કારણ ડાયાબિટીસ (મધુપ્રમેહ) હોઈ શકે છે. જ્યારે શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ ખૂબ વધી જાય છે, ત્યારે કિડની પેશાબ વાટે વધારાના ગ્લુકોઝને બહાર ફેંકવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે વારંવાર બાથરૂમ જવું પડે છે. જો આ સમસ્યાની સાથે વધુ પડતી તરસ લાગવી, અચાનક વજન ઘટી જવું અથવા કાયમી થાક લાગવો જેવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વિના બ્લડ શુગરની તપાસ કરાવી લેવી હિતાવહ છે.

આ ઉપરાંત, ૫૦ વર્ષ વટાવી ચૂકેલા પુરુષોમાં વધતી ઉંમર સાથે ‘પ્રોસ્ટેટ ગ્રંથિ’ નું કદ વધવાની સમસ્યા સામાન્ય બને છે. પ્રોસ્ટેટ મોટું થતાં તે મૂત્રાશય અને પેશાબની નળી પર દબાણ લાવે છે, જેના લીધે ખાસ કરીને રાત્રે પેશાબની અતિશય તીવ્ર ઈચ્છા થાય છે. આવી સ્થિતિમાં જો પેશાબનો પ્રવાહ નબળો હોય કે પેશાબની શરૂઆત કરવામાં મુશ્કેલી પડતી હોય, તો પ્રોસ્ટેટની તપાસ અનિવાર્ય બને છે.

કેટલીક વ્યક્તિઓમાં મૂત્રાશય અત્યંત સંવેદનશીલ બની જતું હોય છે, જેને ‘ઓવરએક્ટિવ બ્લેડર’ (Overactive Bladder) કહે છે, જેમાં અચાનક પેશાબ રોકવો મુશ્કેલ બની જાય છે અને ઊંઘની ગુણવત્તા ખરાબ થાય છે.

બીજી તરફ, યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI) એટલે કે પેશાબનો ચેપ પણ આ માટે મોટું કારણ છે, જેમાં પેશાબ કરતી વખતે અસહ્ય બળતરા, દુખાવો અને અસ્વસ્થતાનો અનુભવ થાય છે. આ સમસ્યા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે રાત્રે વારંવાર પેશાબ થવો એ માત્ર પેશાબની સિસ્ટમ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે હૃદય રોગ, કિડની ફેલ્યોર અથવા ‘ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા’ (શ્વાસની તકલીફ) જેવી જીવલેણ બીમારીઓ સાથે પણ જોડાયેલ હોઈ શકે છે. આ ગંભીર રોગો શરીરમાં પ્રવાહીનું સંતુલન બગાડે છે, જેથી રાત્રે કિડની વધુ પ્રમાણમાં યુરિન બનાવે છે. જો પેશાબમાં બળતરા, શરીર પર સોજો કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો લાંબા સમય સુધી દેખાય, તો તુરંત જ ફેમિલી ડોક્ટર કે નિષ્ણાત યુરોલોજિસ્ટનો સંપર્ક કરી યોગ્ય નિદાન કરાવવું જ ડાહાપણભર્યું પગલું છે

Related posts

દહેજ – પ્રથા કે વ્યથા.?

Ahmedabad Samay

આ 5 હેલ્ધી સ્નેક્સ તમને ઉનાળામાં હીટસ્ટ્રોકથી બચાવશે, તમારા ડાયટમાં ચોક્કસ સામેલ કરો

Ahmedabad Samay

Fast Food: આ વસ્તુઓ તમારા લીવરને વૃદ્ધ કરી રહી છે, આજથી જ તેનું સેવન બંધ કરો

Ahmedabad Samay

સાંજના નાસ્તામાં મકાઈથી બનાવો આ 2 સ્વાદિષ્ટ વાનગીઓ, વરસાદમાં મજા થઈ જશે બમણી

Ahmedabad Samay

ધન આકર્ષણ કરવાનું રહસ્ય. ભાગ-૦૧(પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

Ahmedabad Samay

શું તમને રાત્રે ઊંઘ નથી આવતી? તો સારી ઊંઘ માટે આ ડાયટ ટિપ્સ ફોલો કરો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો