September 21, 2026
જીવનશૈલી

જાણો આ સપ્તાહ ક્યાં રાશિફળ માટે હશે સફળ,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોશી દ્વારા,તા-૨૭ સપ્ટેમ્બરથી ૦૪ ઓક્ટોબર

મેષ

મેષ રાશિ
તમારી પાછલી થોડી ભૂલથી બોધપાઠ લઈને વર્તમાનમાં વધારે સુધાર લાવવાના પ્રયત્ન કરવા, તમને ચોક્કસ જ યોગ્ય સફળતા મળશે. જો કોઈ જમીનને લગતી ખરીદી કે વેચાણને લગતી યોજના બને, તો તેને સંબંધિત કામ બની શકે છે.

વૃષભ

વૃષભ રાશિ
ઇચ્છા પ્રમાણે કોઈ કામ પૂર્ણ થવાથી ખુશી મળશે. વિદ્યાર્થીઓના પણ પોતાની કોઈ ખાસ સફળતા મળવાના કારણે વખાણ થશે. કોઈ ખાસ કાર્યક્રમમાં જવાનો પણ અવસર મળી શકે છે. તમારી કાર્યકુશળતામાં પણ વધારો થશે.

મિથુન

મિથુન રાશિ
વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું અનુકૂળ છે. શાંતિદાયક દિવસ પસાર થશે. ઘરેલૂ કાર્યોને પ્રાથમિકતા સાથે પૂર્ણ કરવાના પ્રયત્નો કરવા. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. આ સમયે કોઈપણ પ્રકારનું દેવું લેવાથી બચવું.

કર્ક રાશિ
તમારા કોઈપણ કાર્યમાં અડચણો આવવાથી પિતા કે પિતા સમાન વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબજ ફાયદાકારક રહેશે. થોડા સમયથી ચાલી રહેલી નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ સુધારો આવી શકે છે.

સિંહ રાશિ
છેલ્લાં થોડા દિવસોથી તમે તમારી અંદર આળસ જેવી સ્થિતિ અનુભવ કરી રહ્યા હતાં. પરંતુ કોઈપણ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારી અંદર જોશ અને ઊર્જાનો ભરી દેશે. અટવાયેલાં કાર્યો સરળતા પૂરા થતા જશે. ણ ખુશી વાળું રહેશે.

કન્યા રાશિ
બાળકોની કોઈ સમસ્યાને ઉકેલવામાં તમારો ખાસ સહયોગ રહેશે. સમય ઉન્નતિદાયક છે. મિત્રો તથા સહયોગીઓ પાસેથી સહયોગ મળી શકે છે. કોઈ નવી જવાબદારી તમે સ્વીકાર કરશો અને તેને પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો.

તુલા રાશિ
આ અઠવાડિયે તમારી મુલાકાત કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે થશે. તમે તમારી અંદર સકારાત્મક ઊર્જાનો અનુભવ કરશો. છેલ્લાં થોડા સમયથી તમે જે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતાં, તે રાહ હવે પૂર્ણ થઈ ગઈ છે.

વૃશ્ચિક રાશિ
આ અઠવાડિયે તમે કોઈ મોટો નિર્ણય લેશો. કોઈ નવી જવાબદારીને પૂરી કરવામાં સફળ રહેશો. ઇચ્છા પ્રમાણે કામ થઈ જવાથી મન પ્રસન્ન રહેશે. તમારો જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે.

ધન રાશિ
ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનને અપનાવવું. તેમની સલાહથી તમારું કોઈ પણ કામ શરૂ કરો, ચોક્કસ સફળતા મળી શકે છે. ભાઈ-બહેન સાથે સંબંધ મધુર રહેશે.

મકર

મકર રાશિ
જો કોઈ પ્રકારની મિલકતને લઈને કોઈ બાબત છે તો તેના ઉપર ધ્યાન આપવું. સફળતા મળવાની શક્યતા છે. સાસરા પક્ષ સાથે સંબંધ મજબૂત થશે. ભેટનું આદાન-પ્રદાન પણ સુખમય વાતાવરણ બનાવશે. આ અઠવાડિયે તમારા વ્યક્તિગત કાર્યો પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે

કુંભ

કુંભ રાશિ
પરિસ્થિતિને કારણે કાર્યોમાં આવી રહેલી મુશ્કેલીઓથી થોડો રાહત મળી શકે છે. કોઈ પોલિસી વગેરેમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. પિતા કે પિતા સમાન કોઈ વ્યક્તિની સલાહનું પાલન કરવું તમારા હિતમાં રહેશે.

મીન

મીન રાશિ
સંબંધોને મજબૂત બનાવી રાખવાના પ્રયત્નો સફળ રહેશે. સંબંધો ગાઢ બનશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. પરિવાર તથા કામકાજની જવાબદારી તમે યોગ્ય રીતે નિભાવી શકશો. વધારે પડતા કામ સમયસર પૂરા થશે.

Related posts

Healthy fruits: બીલી ફળ આ 7 રોગોને દૂર કરે છે, ફાયદાઓની યાદી લાંબી છે

Ahmedabad Samay

દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

Ahmedabad Samay

નસોમાં જમા થયેલા ગંદા કોલેસ્ટ્રોલને કાઢી નાખશે આ 3 પાંદડા, નહીં વધે શુગર

Ahmedabad Samay

RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો, EMI થશે ઘટાડો, મધ્યમવર્ગના લોકોને રાહત

Ahmedabad Samay

તમે દરરોજ સવારે જે ટૂથબ્રશનો ઉપયોગ કરો છો, તેના ઇતિહાસ વિશે શું તમે જાણો છો? જાણો કેવીરીતે અને કોને બનાવ્યું દુનિયાનું પ્રથમ બ્રશ

Ahmedabad Samay

દેશમાં ભરમાં LPGની અછત,નાગરિકો માટે ઘરે બેઠા ગેસ બચાવવાની મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો