August 13, 2026
Other

બે મોઢા-પગ અને ચાર હાથ સાથે એક બાળકનો થયો જન્મ

ઉત્તર પ્રદેશના કોશાંબીના તિમાલપુર ગામનાં યશોદા દેવીએ એક પ્રાઇવેટ હોસ્‍પિટલમાં બે બાળકોને જન્‍મ આપ્‍યો હતો. જોકે શરીરથી જોડાયેલાં ટ્‍વિન બાળકોને જોઈને તેમની ડિલિવરી કરાવનારા ડોક્‍ટરો પણ દંગ રહી ગયા હતા. આ બન્ને બાળકો શરીરથી એવી રીતે જોડાયેલાં હતાં કે તેઓ કઈ રીતે સર્વાઇવ થશે એ મોટો સવાલ હતો. આમ દેખીતી રીતે બાળક બે હતાં, પરંતુ તેમનું શરીર એક હતું.

બન્નેનાં માથાં જુદાં હતાં અને બંને હાથ પણ અલગ હતા. જોકે પેટના ભાગેથી બન્ને એવી રીતે જોડાયેલાં હતાં કે સમજાય જ નહીં કે કયો આંતરિક અવયવ તેઓ શેર કરે છે અને કયો અવયવ અલગ છે. આવાં ટ્‍વિન બાળકોને જોવા માટે લોકોની સારીએવી ભીડ જમા થઈ ગઈ. નવાઈની વાત એ હતી કે યશોદા દેવીએ નોર્મલ પ્રસવ દ્વારા આ બાળકોને જન્‍મ આપ્‍યો હતો. બન્નેની પરિસ્‍થિતિ નાજુક હતી એટલે નિષ્‍ણાતોને પણ સમજાતું નહોતું કે આવા કેસમાં બાળકને સર્વાઇવ કરાવવા માટે શું કરવું? બન્ને બાળકો દૂધ પી શકે એવી કન્‍ડિશનમાં નહોતાં.

દવાઓ અને ઇન્‍ટેન્‍સિવ કેર યુનિટમાં કૃત્રિમ શ્વાસોચ્‍છ્‍વાસ આપવા છતાં એક બાળક જન્‍મના થોડા જ કલાકોમાં મૃત્‍યુ પામ્‍યું. એ પછી બીજા બાળકને બચાવવાનું લગભગ અસંભવ થઈ ગયું હતું. તાત્‍કાલિક સર્જરી કરીને બીજા બાળકનું શરીર અલગ કરવામાં આવે એ જરૂરી હતું, પરંતુ આ અત્‍યંત કોમ્‍પ્‍લેક્‍સ અને કુશળતા માગી લેતી સર્જરી હતી. આ માટે પ્રયાગરાજની મોટી હોસ્‍પિટલમાં એ બાળકને લઈ જવામાં આવ્‍યું, પરંતુ ત્‍યાં નિષ્‍ણાતો કંઈ ઍક્‍શન લઈ શકે એ પહેલાં જ બીજા બાળકનું પણ મૃત્‍યુ થયું હતું

Related posts

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

Ahmedabad Samay

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને આ રીતે બનો કરોડપતિ

Ahmedabad Samay

ટ્રેનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હોવાથી મહારાષ્ટ્ર ના મુંબ્રા અને દિવા રેલવે સ્‍ટેશનો વચ્‍ચે રવિવારે  દુખદ ટ્રેન દુર્ઘટના ઘટી

Ahmedabad Samay

પ્રવીણ તોગડિયાએ હિન્દુઓને એકથી વધારે બાળકો પેદા કરવા માટે સલાહ આપી

Ahmedabad Samay

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો