પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રીએ તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. પુત્રી એ વિડીયો જાહેર કરી રહી છે કે તેના પિતા ભગવંત માન પોતાની રાજકીય કારકિર્દી માટે પત્ની અને બાળકોને છોડી ગયા અને હવે તે ત્રીજા બાળકના પિતા બનવા જઈ રહ્યા છે. પુત્રીએ વીડિયોમાં એવો પણ દાવો કર્યો છે કે માન દારૂ પીને સંસદ, વિધાનસભા અને ગુરુદ્વારા જાય છે. આટલું જ નહીં, તેણે એક વખત પોતાના પુત્રને સીએમ હાઉસની બહાર પણ ફેંકી દીધો હતો. તેમની આવી હરકતો પછી તેમની પહેલી પત્ની અને પુત્રી વિરોધમાં આવી ગયા અને પંજાબના સીએમને ખુલ્લા પાડવાની વાત કરી.
પુત્રીએ ૫ મિનિટ ૧૯ સેકન્ડનો વીડિયો શેર કરીને કહ્યું કે મુખ્યમંત્રી ભગવંત સિંહ માન ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે. તે લોકોને આ અંગે અન્ય લોકો પાસેથી ખબર પડી હતી, ભગવંત માને તેમને આ અંગે કંઈ જણાવ્યું ન હતું. સિરાત પૂછે છે કે ભગવંત માને
તેમના પહેલા બે બાળકોની જવાબદારી નિભાવી ન હતી, હવે તેઓ ત્રીજું બાળક લાવી રહ્યા છે, તેની પાછળનું કારણ શું છે.
સિરતે દાવો કર્યો હતો કે તેણી અને તેના ભાઈની તેમના પિતા દ્વારા અવગણના કરવામાં આવી હતી, જેમણે તેમની કૌટુંબિક જવાબદારીઓ કરતાં તેમની રાજકીય કારકિર્દીને પ્રાથમિકતા આપી હતી. કૌરે વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેના ભાઈ દિલશાનને પણ ભગવંત માન દ્વારા તેમના ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો જ્યારે તેણે તેને મળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આમ આદમી પાર્ટીએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે અને તેને પારિવારિક મામલો ગણાવ્યો છે.
વીડિયોમાં સીરત માન કહે છે, હું સીરત કૌર માન છું. હું પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી છું. હું શરૂઆતમાં સ્પષ્ટ કરી રહી છું કે આ વિડિયોમાં હું તેમને માત્ર શ્રી માન અથવા સીએમ સાહેબ કહીશ, કારણ કે તેમણે ઘણા સમય પહેલા મારી પાસેથી પાપા શબ્દ સાંભળવાનો અધિકાર ગુમાવી દીધો હતો. હું સ્પષ્ટ કરી દઉં કે આ વીડિયો પાછળ કોઈ રાજકીય હેતુ છુપાયેલો નથી.
સીરત કૌર માને આગળ કહ્યું, આ વીડિયો બનાવવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે હું ઈચ્છું છું કે અમારી સ્ટોરી દુનિયા સમક્ષ આવે. અત્યાર સુધી લોકોએ જે પણ સાંભળ્યું છે તે બધું સીએમ સાહેબે જ કહ્યું છે. તેના કારણે અમારે ઘણું સાંભળવું અને સહન કરવું પડ્યું છે, જે હું સંપૂર્ણ રીતે સમજાવી પણ શકતી નથી. આજ સુધી મારી માતાએ અને અમે બધાએ મૌન રહીને બધું સહન કર્યું છે, પણ એવું લાગે છે કે અમારા મૌનને અમારી નબળાઈ તરીકે લેવામાં આવી હતી. તેમને (ભગવંત માન) એ પણ ખ્યાલ નથી કે અમારા મૌનને કારણે તેઓ આ સિંહાસન (મુખ્યમંત્રી પદ) પર બેઠા છે.
સીરત કૌર માનને વધુમાં કહ્યું કે, માન સાહબે મારા (સીરત કૌર માન – વય ૨૩) અને મારા નાના ભાઈ (દિલશાન માન – ૧૯ વર્ષ) પ્રત્યેની તેમની પારિવારિક જવાબદારીઓ પણ નિભાવી નથી. મારા ભાઈ ગયા વર્ષે બે વાર તેમને મળવા સીએમ હાઉસ ગયા હતા, પરંતુ તેમને સીએમ હાઉસમાં પ્રવેશવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. એકવાર તેને અંદર જવા દેવામાં આવ્યા પછી પણ તે રાત્રે અહીં (CM હાઉસ) નહીં રહી શકે તેવું બહાનું કરીને તેને રાત્રે બહાર ફેંકી દેવામાં આવ્યો હતો.
સીરત કૌરે પ્રશ્નાર્થ સ્વરમાં પૂછયું, ૅજે વ્યક્તિ પોતાના બાળકોની જવાબદારી નથી લઈ શકતો તે પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે લઈ શકે? તેમણે કહ્યું કે, જો ભગવંત માન એ પંજાબ પર કોઈ ઉપકાર કરે છે જેના નામે તેમણે આપણને બધાને છોડી દીધા છે, તે એ જ પંજાબની માતાઓ અને પુત્રીઓનું ભલું કરે છે, તો કદાચ ભગવાન તેમને માફ કરશે.ૅ સીરત કૌર માનનો આરોપ છે કે ભગવંત માન દારૂના નશામાં વિધાનસભા, સંસદ અને ગુરુદ્વારામાં પણ જાય છે. તેઓએ અમને માર પણ માર્યો.
આ મામલે સીરત કૌરની માતા ઈન્દરપ્રીતે કહ્યું છે કે -હું અત્યાર સુધી ચૂપ હતી, પરંતુ હવે હું ભગવંત માનનો દારૂડિયાઓનો વીડિયો શેર કરીને તેનો પર્દાફાશ કરીશ. ઈન્દરપ્રીતે આરોપ લગાવ્યો કે ભગવંત માનની પીઆર ટીમ સીરતનો વીડિયો ઈન્ટરનેટ પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેના પર દરેક રીતે દબાણ લાવી રહી છે. તેમની ફેસબુક કોમેન્ટ અકાલી દળના પ્રવક્તા પરમબંસ સિંહે ટ્વિટર પર શેર કરી છે.
તમને જણાવી દઈએ કે ભગવંત માનની પહેલી પત્નીનું નામ ઈન્દરપ્રીત કૌર છે. તે તેના બે બાળકો સાથે અમેરિકામાં રહે છે. બંનેએ ૨૦૧૫માં છૂટાછેડા માટે અરજી કરી હતી, જેને કોર્ટે મંજૂર કરી હતી. ભગવંત માને દાવો કર્યો હતો કે તે પોતાનો પરિવાર છોડીને પંજાબ જઈ રહ્યો છે. જો કે, વર્ષ ૨૦૨૨માં પંજાબના મુખ્યમંત્રી બન્યાના થોડા જ મહિનામાં તેણે તેની ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા. લગ્ન સમયે ભગવંત માનની ઉંમર ૪૮ વર્ષની હતી જ્યારે ગુરપ્રીત કૌરની ઉંમર ૩૨ વર્ષની હતી. તે સમયે તેમની પુત્રી સીરત ૨૨ વર્ષની હતી અને પુત્ર દિલશાન ૧૮ વર્ષનો હતો.
