September 11, 2026
જીવનશૈલી

સંસદમાં એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું, બાળકો હવે માતા પિતાની મંજૂરી વગર સોશિયલ મીડિયા નહિ વાપરી શકે

ઇન્‍ટરનેટ અને સોશિયલ મીડિયાના માયાવી વિશ્વમાં બાળકોની સુરક્ષા કરવા માટે ભારતીય સંસદમાં એક ઐતિહાસિક પગલું ભરવામાં આવી રહ્યું છે. ભાજપના સાંસદ બૈજયંત જય પાંડા દ્વારા તૈયાર કરાયેલ ખાનગી સભ્‍ય બિલ સેફર્ગાડિંગ હેલ્‍ધી ઇન્‍ટરનેટ એન્‍વાયર્નમેન્‍ટ્‍સ ફોર લિટલ ડિજિટલ નેટિવ્‍સ બિલ, ૨૦૨૫ હેઠળ ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માતાપિતાની ચકાસાયેલ સંમતિ વિના સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ પ્‍લેટફોર્મ પર એકાઉન્‍ટ બનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની -પોઝલ લાવવામાં આવી છે. સંસદમાં સતત હોબાળાને કારણે આ બિલ ઔપચારિક રીતે રજૂ થવામાં વિલંબ થયો હોવા છતાં, તેણે સમગ્ર દેશમાં ડિજિટલ સેફ્‌ટી અંગે નવી ચર્ચા જગાવી છે.

આ પ્રસ્‍તાવિત કાયદા હેઠળ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તમામ લોકોને બાળકો તરીકે ગણવામાં આવશે અને ટેક પ્‍લેટફોર્મ માટે કડક નિયમો નક્કી કરાશે. કંપનીઓ પર બાળકોનું ઓનલાઈન બિહેવિયર ટ્રેક કરવા, તેમની પ્રોફાઈલિંગ કરવા અથવા ટાર્ગેટેડ જાહેરાતો બતાવવા પર સખત મનાઈ રહેશે. પ્‍લેટફોર્મ્‍સે કડક વય-ચકાસણી સિસ્‍ટમ લાગુ કરવી પડશે અને વાલીઓ માટે પેરેન્‍ટલ ડેશબોર્ડ પૂરું પાડવું પડશે, જેનાથી તેઓ સ્‍ક્રીન ટાઈમ અને પ્રાઈવસી કંટ્રોલ કરી શકે. આ સિવાય, પોર્નોગ્રાફી, જુગાર અને હિંસક સામગ્રી સામે સુરક્ષા પૂરી પાડવા તથા ૯૦ દિવસથી વધુ જૂનો બિન-ઉપયોગી ડેટા ડિલીટ કરવાનો નિયમ પણ પ્રસ્‍તાવિત છે.

બાળ સુરક્ષામાં બેદરકારી દાખવનાર પ્‍લેટફોર્મ્‍સ માટે રૂ.૧૦ કરોડ સુધીના ભારે દંડ અને IT એક્‍ટની કલમ 69A હેઠળ સર્વિસ બ્‍લોક કરવાની જોગવાઈ કરાઈ છે. પ્‍લેટફોર્મ પર બાળ નુકસાનની જાણ કરો બટન મૂકવું પડશે, જેમાં ફરિયાદોનો ૨૪થી ૪૮ કલાકની અંદર નિકાલ લાવવો ફરજિયાત રહેશે. વધુમાં, સાંસદ પાંડા દ્વારા AI ડીપફેક્‍સ સામે કળત્રિમ બુદ્ધિમત્તાના દુરુપયોગથી વ્‍યક્‍તિત્‍વ સમાનતાનું રક્ષણ બિલ, ૨૦૨૬ પણ રજૂ કરાયું છે, જેમાં બિન-સંમતિથી AI  વોઈસ અથવા ફેસ ક્‍લોનિંગ કરવા પર ૩ વર્ષની જેલ અને રૂ.૧૦ લાખ સુધીના દંડની સજા નક્કી કરાઈ છે.

Related posts

જો તમે ફેટી લિવર જેવી બીમારીઓથી બચવા માંગો છો અને પોતાના લિવરને સ્વસ્થ રાખવા માંગો છો, તો બની શકે તેટલા આવા ફૂડ્સથી દૂર રહો

Ahmedabad Samay

જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહ કઈ રાશિના જાતક માટે રહેશે સફળતાપૂર્વક,

Ahmedabad Samay

ધોયા વગર ટુવાલનો વારંવાર ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખતરનાક, તરત જ બદલો આ આદત

Ahmedabad Samay

કબીર સિંહની જેમ શું તમે દરેક સમયે ગુસ્સે થાઓ છો? આ રીતે ગુસ્સા પર બ્રેક લગાવો….

Ahmedabad Samay

દહેજ – પ્રથા કે વ્યથા.?

Ahmedabad Samay

સૂર્ય-શનિ સામસામે આવી રહ્યા છે, બની રહ્યો છે ખતરનાક યોગ, આ રાશિના લોકો રહે સાવધાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો