એરપોર્ટ ઇન હોટલમાં વાયરલ વિડીયો પર પોલીસ પર ઉઠી રહયા છે સવાલ.
હોટલમાં વિદેશી દારૂ ક્યાંથી આવ્યું ? વાયરલ વિડીયો જ મોટો સબૂત હોવા છતાં કાર્યવાહી કેમ નહિ ? રાજનીતિક લુખ્ખા તત્વો ક્યાં સુધી બેફામ ફરતા રહેશે ? પોલીસની બેદરકારી ને કારણે ફરિયાદી મોતની ઘાટ ઉતરતા રહી ગયો.
સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી અને તેના સાથીઓ દ્વારા ૨૧ એપ્રિલના રોજ કિશોર કટારીયા નામના શખ્સની એરપોર્ટ ઇન હોટલ ખાતે વિદેશી દારૂ પી ને જબરદસ્તી નિવસ્ત્ર કરી પ્રાઇવેટ પાર્ટ પર વેજીટેબલ સલાડ, ચટણી અને શાક નાખતો વિડીયો અને બીભત્સ ટીપણી કરી કરતો વિડીયો ઉતારી સમાજમાં અને સરદારનગર વિસ્તારમાં વિડીયો વાયરલ કરવામાં આવ્યું હતું. જેને પગલે કિશોર કટારીયા અને તેના પરિવારને બદનામી ઉઠાવી પડી રહી છે, આ પગલે એરપોર્ટ પોલીસ માં ગુન્હા કરતો વિડીયો સીડી બનાવી આપવામાં આવી અને ફરિયાદ પણ કરવામાં આવી છતાં ગુનેહગાર રાજનીતિક રીતે મજબૂત હોવાના કારણે પોલીસ આંખ આડા કાન કરે છે અને ગુનેહગાર વિરુદ્ધ મજબૂત ઠોસ સબૂત હોવા છતાં પોલીસ હજુ સુધી ગુનેહગરોને પકડી નથી શકી પૂછ પરછ કરવાનો ઢોંગ કરી રહી છે.
એક મોટો સવાલ એપણ ઉભો થઇ રહ્યો છે કે વાયરલ વિડીયોજ એક મોટો સબૂત હોવા છતાં એરપોર્ટ પોલીસ કેમ કચાસ કરી રહી છે ?
વીડિયોમાં વિદેશી દારૂની મહેફિલ પણ માણી રહ્યા છે તો એ અંગે પણ તપાસ કેમ નથી કરી રહ્યા ?
રાજ્યમાં દારૂ બંધી છે છતાં હોટલમાં વિદેશી દારૂ ક્યાંથી આવ્યું ?
પોલીસની ઢીલાશ ના કારણે ગુનેહગરો બેફામ બની ફરી રહ્યા છે. પોલીસ દ્વારા કોઇ ખાસ કાર્યવાહી ન કરતા ફરિયાદી કિશોર કટારીયા ઉપર ગુનેહગારો દ્વારા ફરિયાદ કરવાના બદલામાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો સમય સુચકતા કિશોર કટારીયા ને તાત્કાલિક સારવાર ન મળત તો કટારીયા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડત. પોલીસ દ્વારા સહયોગ ન મળતા કિશોર કટારીયાએ ન છૂટકે વીડિયો બનાવી મદદ માટે ગુહાર લગાવી હતી.
જો હજુ પણ એરપોર્ટ પોલીસ દ્વારા કોઈ સખત કાર્યવાહી કરવામાં નહિ આવે તો આવા બેફામ રાજનીતિક લુખ્ખા તત્વો પ્રજાને આવી રીતેજ હેરાન પરેશાન અને બદનામ કરતા રહેશે જો હજુ કોઈ કાર્યવાહી નહી કરવામાં આવશે તો કદાચ કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકકવી પડશે.