ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વખતે T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયા સામે હારીને ટીમ ઈન્ડિયા ભલે વર્લ્ડકપ જીતવાનું સપનું પૂરું ન કરી શકી હોય, પરંતુ તેને સેમીફાઈનલમાં પહોંચવાનો ફાયદો મળ્યો છે.
ટીમ ઈન્ડિયાને વર્ષ 2024માં બાંગ્લાદેશમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે સીધી એન્ટ્રી મળી ગઈ છે. વર્લ્ડ કપ 2023ના ગ્રુપમાં ટોપ-6 ટીમોને આગામી વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે.
ભારતીય ટીમે પોતાના ગ્રૂપમાં ટોપ-3માં જગ્યા બનાવી લીધી હતી. આવી સ્થિતિમાં બંને ગ્રુપની ટોપ-6 ટીમોની સાથે બાંગ્લાદેશ અને પાકિસ્તાનને યજમાન રાષ્ટ્ર તરીકે આગામી વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી છે.
વર્લ્ડ કપ માટે ગ્રુપ-1માંથી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાને એન્ટ્રી મળી છે. જ્યારે ઈંગ્લેન્ડ, ભારત, વેસ્ટ ઈન્ડિઝને ગ્રુપ-2માંથી એન્ટ્રી મળી છે. આ T20 વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોમાં શ્રીલંકા અને આયર્લેન્ડ જ એવી ટીમો છે જે આગામી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકી નથી.
હવે T20 વર્લ્ડ કપ 2024 માટે ICC દ્વારા ક્વોલિફાયરનું આયોજન કરવામાં આવશે, જેમાંથી 2 ટીમોની પસંદગી કરવામાં આવશે.
T20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું પ્રદર્શન
- વિ. પાકિસ્તાન – 7 વિકેટથી જીત્યું
- વિ વેસ્ટ ઈન્ડિઝ – 6 વિકેટથી જીત્યું
- વિ. ઈંગ્લેન્ડ – 11 રનથી હાર્યું
- વિ આયર્લેન્ડ – 5 રનથી જીત્યું
- વિ. ઓસ્ટ્રેલિયા – 5 રનથી હારી (સેમિફાઇનલ)
ઈન્દોરમાં બેટથી પણ મોટો રેકોર્ડ બની શકે છે
ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પાસે ઈન્દોર ટેસ્ટમાં ભારતમાં ટેસ્ટ રમતા 4000 રન પૂરા કરવાની સુવર્ણ તક હશે. વિરાટે ભારતમાં અત્યાર સુધીમાં 48 મેચ રમી છે. આ મેચોમાં તેણે 74 ઇનિંગ્સમાં 59.43ની એવરેજથી 3923 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી પાસે ભારતમાં રમતા ઈન્દોર ટેસ્ટમાં 4000 ટેસ્ટ રન પૂરા કરવાની સુવર્ણ તક છે. ભારતમાં ટેસ્ટ રમતા વિરાટે અત્યાર સુધીમાં 13 સદી અને 12 અડધી સદી ફટકારી છે.
