ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2026-27 ના અંડરગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટગ્રેજ્યુએટ (PG) કોર્સના પ્રવેશ માટે MOP-UP રાઉન્ડ (આખરી રાઉન્ડ) ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે
રજીસ્ટ્રેશન 9 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે , ખાલી બેઠકો માટે 11 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
GCAS પોર્ટલ અથવા ગુજરાત યુનિવર્સિટી એડમિશન વેબસાઇટ. પર અરજી કરી શકાશે
અંડરગ્રેજ્યુએટ (UG) પ્રવેશ માટેનો આ છેલ્લો મોકો છે જે વિદ્યાર્થીઓને ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ મેળવવામાં મદદ કરશે
પ્રવેશ પ્રક્રિયા સંભાળતી સત્તાવાર સિસ્ટમ દ્વારા ખાલી પડેલી બેઠકો ભરવા માટે આ અંતિમ તક આપવામાં આવી છે
જે વિદ્યાર્થીઓ અગાઉ પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા છે અથવા નવું ફોર્મ ભરવા માંગે છે, તેઓ GCAS Portal પર જઈને આ આખરી રાઉન્ડ માટે ફોર્મ ભરી શકે છે
: ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી દ્વારા ફાઈનલ મોપ-અપ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે
