એસજી હાઈવે પર 40થી લઈને 80 કિમી સુધીના અલગ અલગ સ્પીડ દર્શાવતા બોર્ડ જોવા મળે છે. ક્યાંક ફ્લાય ઓવર પર 40 તો ક્યાંક 70મી સ્પીડ દર્શાવાઈ છે. જેના કારણે વાહન ચાલકો અસમંજસમાં તો લોકો માટે મોટું જોખમ છે.
એસજી હાઈવે પર સૌથી વધુ અકસ્માતો આખા શહેરમાંથી થાય છે. અહીંના અકસ્માતો એટલા ભયાનક હોય છે કે, તેનું તાદ્રશ ઉદાહરણ તથ્ય કાર અકસ્માત રુપે થતા 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.
એસજી હાઈવે પર સ્પીડ લિમિટના અલગ અલગ બોર્ડ જોવા મળી રહ્યા છે. દરેક રોડ પર સ્પીડ લિમિટ પર 40થી લઈને 80ની સ્પીડ દર્શાવાઈ છે. આ બોર્ડ જ ઘણા અસમંજસ સાથે એક જ રોડ પર જોવા મળી રહ્યા છે.
દરેક રોડ પર સ્પીડ લિમિટ અલગ-અલગ છે જેમ કે, ઇસ્કોન ફ્લાયઓવર પર 40 કિમી, ઝાયડસ ફ્લાયઓવર પર 70 કિમી અને પકવાન ફ્લાયઓવર પર 80 કિમી જ્યારે એસજી હાઇવે સિવાયના સમગ્ર રૂટ પર સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાકની લિમિટ છે. જો કે, આ લિમિટ પરથી દંડ પણ ખૂબ ઓછા થઈ રહ્યા છે જેના કારણે સ્પીડમાં જતા વાહનોને જાણો છૂટછાટનો દોર મળી ગયો હોય તેમ બેફામ રીતે ચલાવે છે. જો કે, આ સ્પીડ લિમિટ પર અંકુશ આ હાઈવે પર રાખવો જરૂરી છે.