કર્ણાવતી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા મહારાજા સાઈ ગણેશ ગ્રુપનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળના હિરેનભાઈ રબારી, પાર્થભાઈ દવે, પાર્થ બારોટ, જીવેશભાઈ સહિતના કાર્યકરો અને સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યકરોએ ગણેશ ગ્રુપના સભ્યોને પ્રભુ શ્રીરામની છબી તેમજ લોકમાન્ય તિલક અને ગણપતિ દાદાની છબી અર્પણ કરી હતી. સાથે જ કેસરી ખેસ ઓઢાડી ગણેશ ગ્રુપનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગણેશોત્સવ દરમિયાન આયોજિત આ સન્માન સમારોહમાં કાર્યકરો અને ગણેશ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
