3 માર્ચના રોજ સીએનજી પંપો રાજ્યભરમાં બંધ રાખવાને લઈને બુધવારે એસોસિએશને એલાન કર્યું હતું ત્યારે આવતીકાલથી આ નિર્ણય પંપો બંધ રાખવાને લઈને મોકૂફ રાખવામાં આવ્યો છે. અગાઉના નિર્ણયને હાલ સરકાર સાથે બેઠક બાદ મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.
રાજ્યભરના સીએનજી પંપો દ્વારા કમિશનની માંગને લઈને શુક્રવાર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાને લઈને એલાન કરાયું હતું ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસેએશન દ્વારા આ જાહેર કરવામાં આવી હતી. ત્યારે સીએનજી વાહન ચાલકોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા હતા. જેમાં આવતીકાલે પંપો બંધ રાખવાનો નિર્ણય એસોસિએશને પાછો લીધો છે. કમિશનના પ્રશ્નો હતા તે મામલે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે 10 ટકા વધારાની માંગ કરવામાં આવી હતી.
ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી સીએનજી વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી જાહેરાત ના થાય ત્યાં સુધી આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો. માર્જિન નહીં વધારવામાં આવે તો વેચાણ બંધ કરાશે તેમ ચિમકી ઉચ્ચારી હતી.
સીએનજી વેચાણ મામલે માર્જિન ના વધતા આ નારાજગી જોવા મળી હતી. અચોક્કસ મુદ્દતે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. સરકારે CNG પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે ત્યારે બીજી તરફ માર્જિન મામલે નારાજગી જોવા મળી હતી. જો કે, બેઠક બાદ કોઈ સમાધાન નિકળ્યું ના હોવાનું અનુમાન છે.