અમદાવાદ: રામોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ. એન. ચુડાસમાની બબીતા જૈને સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે પોલીસ વિભાગની કામગીરી અને જાહેર સુરક્ષામાં પોલીસની ભૂમિકા અંગે સન્માનની લાગણી વ્યક્ત કરી હતી.
બબીતા જૈને જણાવ્યું હતું કે પોલીસ વિભાગ દેશની સુરક્ષા અને નાગરિકોની સલામતી જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી પ્રશંસનીય છે. તેમણે પોલીસ કર્મચારીઓની ફરજ અને સેવાભાવને બિરદાવતાં શ્રી એસ. એન. ચુડાસમાને તેમની આગળની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે તેમણે દ્વારકાધીશ અને મહાદેવને પ્રાર્થના કરી હતી કે શ્રી ચુડાસમા ભવિષ્યમાં પણ દેશ અને સમાજની સેવા કરતા રહે અને પોતાની ફરજમાં વધુ પ્રગતિ કરે.
બબીતા જૈન કર્ણાવતી મહાનગરના ઇન્દ્રપુરી વોર્ડ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ છે. તેઓ વોર્ડનાં પૂર્વ ઉમેદવાર હોવા ઉપરાંત માનવસેવા ક્ષેત્રે પણ કાર્યરત છે. તેઓ શક્તિ વાહિની હિન્દુ સેનાનાં શહેર મહિલા અધ્યક્ષ, સિવિલ ડિફેન્સના રામોલ ડિવિઝન વોર્ડન અને અભિષયકાર ચેરિટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
આ ઉપરાંત તેઓ FFWC (ફ્રેન્ડ ફોર વુમન ચાઇલ્ડ મિસિંગ સેલ), CID ક્રાઇમ રેલવેઝ, ગાંધીનગર સાથે ગુજરાતી રાજ્ય સભ્ય તરીકે સંકળાયેલા છે.
આ સૌજન્ય મુલાકાત દરમિયાન પોલીસ વિભાગની કામગીરી, મહિલા સુરક્ષા અને સમાજસેવા સંબંધિત મુદ્દાઓ પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
