પ્રખર રાષ્ટ્રવાદી અને લોખંડી પુરૂષને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની દીર્ધ દ્રષ્ટિ, લોખંડ જેવા મજબુત નિર્ણય લેવાની શકિત, આગવી સાદગી, મહાન વિચારો, કર્તવ્ય નિષ્ઠા, ફરજ નિષ્ઠા અને વફાદારી અંગેના આગવા ગુણો આજપણ પ્રજાના હદયમાં વસેલા છે.
રાજકીય જીવનમાં લાંબી યાદગાર સફરના પ્રવાસી સરદાર પટેલને ખરા અર્થમાં તેમના કાર્ય, નિતી, નિર્ણય સમજવા મુશ્કેલ અને કઠીન છે. જેથી કેટલીક કથીત કહાનીઓ જન્મેલી અને જન્મે છે. સરકાર રાન્નયના નર્મદા કિનારે કેવડીયા કોલોની ખાતે દેશના મહાન સપુતની વિશ્વની સૌથી વિરાટ ભવ્ય પ્રતિમા સ્થાપી દેશ અને દુનિયાની જનતાને અમુલ્ય ભેટ આપેલ છે અને સરદાર સાહેબનું ભવ્ય અને દિવ્ય સન્માન કરેલ છે. તે અભિનંદનને પાત્ર છે. આ સન્માનના સરદાર અધિકારી હતા અને છે અને રહેશે જ.
સમય અને કાળ સાથે ભવ્ય અને જાજરમાન ભુતકાળ ક્રમશઃ વિસરાતો જાય છે. આ ઘટનાક્રમમાં સરદાર સાહેબ પણ આવી જાય પણ નર્મદા નદીના કિનારે અતિ ભવ્ય, દિવ્ય, જાજરમાન અને વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના થતાજ ફરી એક વખત દેશ અને દુનિયાની પ્રજા સમક્ષ સરદારના લાજવાબ કાર્ય, રાજપે્રમ, રાષ્ટ્રપે્રમ અને નમન કરતી સાદગીની ચર્ચા શરૂ થઇ ગઇ છે.
સરદાર સાહેબની ભવ્ય વિશ્વની અતિ ઉંચી ૧૮ર મીટરની પ્રતિમાથી નવી પેઢીમાં જાગેલ સરદાર સાહેબની વાતો પણ પ્રતિમાંથી જ શરૂ કરૂ છું.
દેશ અને વિશ્વના અનેક દેશોમાં ઉંચી વિવિધ પ્રકારની પ્રતિમાઓ ઉભી છે તેમાં આ પાંચ દેશોની પ્રતિમા ઉંંચી અને ખૂબ જ જાણિતી છે. બ્રાઝિલમાં ભભરીઓ-દ-જાનેરોની પ્રતિમા ૩૯.૬ મીટર ઉંંચી છે. રશિયાના વોલ્ગો ગાર્ડમાં માતૃભુમિનો પોકાર ૮પ મીટરની ઉંચાઇની છે. અમેરિકાના ન્યુયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લીબર્ટીની પ્રતિમાં ૯૩ મીટરની ઉંચી છે. જાપાનમાં ભગવાન ગૌતમબુદ્ધની પ્રતિમા અંદાજે ૧ર૦ મીટરની ઉંચાઇ ધરાવે છે.
સરદારની પ્રતિમાના ઘડવૈયા ભારતીય શીલ્પકાર રામ વી. સુથાર છે. ૧૯૪ર ની હિંદ છોડો લડતના સરદાર અગ્રીમ હરોળના નેતા હતા. સરદાર સાહેબ ઉપર કેટલીક દસ્તાવેજો ફીલ્મ બની છે. ‘કિશાન વલ્લભભાઇ’, ‘આરઝી હકુમતના માર્ગદર્શક કરમસદ થી સમગ્ર દેશમાં ભ્રમણ શરૂ કરેલ’ અને એક શકિતશાળી રાષ્ટ્રનેતા તરીકે ઉભરી આવેલ.
આઝાદી બાદ દેશના વિકાસ અને પ્રજાની મૂળભુત જરૂરત અંગેના અભ્યાસ અને આયોજનના ભાગરૂપે ગુજરાતના નર્મદા કિનારે પ્રજા અને કિશાનો માટે એક વિરાટ બંધ બાંધવાનો અહેવાલ બાહોશ ઇજનેર શ્રી વાચ્છાએ સરકાર સમક્ષ રજુ કરેલ જાણકારોના મતે સરદાર સાહેબએ આ અહેવાલ ઉપર સત્વરે આગળ વધવા બાહોશ ઇજનેર નવાબ અલી નવાજ જંગને ખાસ જવાબદારી સોપેલ. જેથી વર્તમાન નર્મદા બંધના પાયામા પણ સરદાર સાહેબ જ છે.
ખેડા-બોરસદ અમદાવાદથી સમગ્ર દેશમાં અનેક ક્ષેત્ર અમુલ્ય પ્રદાન આપનાર સરદાર સાહેબ માટે અનેક કથીત વાતો અને વિવાદ પણ ચાલેલા અને ચાલે છે.
સરદાર સાહેબના મહાન વિચારો, કર્તવ્યનિષ્ઠા અને આગવા કાર્ય અંગે બિનરાજકીય ઉંડાણપૂર્વક અભ્યાસ કરનાર ઉંડા અભ્યાસુ કથા-કથીત થતી વાતો અંગે દુઃખ અને નારાજગી વ્યકત કરે છે. દેશના અનેક પ્રશ્નોની નિતી અંગે નેહરૂ અને સરદાર સાહેબ વચ્ચેની વિચારભેદ કાર્યશૈલી અંગે વિભિન્ન મત હતા પણ બન્ને વચ્ચે મનભેદને સ્થાન ન હતું. બન્ને દિગજ નેતા એકબીજાને ખુબજ સન્માન આપતા એના અનેક ઉદાહરણ છે અને આ બે નેતાનો પત્ર વ્યવહાર પણ આ બાબતનો સાક્ષી છે.
વડાપ્રધાન પદ માટે તે સમયની કોંગે્રસ પક્ષની વિવિધ સમિતિઓ સરદાર સાહેબ વડાપ્રધાન બને એવો અભિપ્રાય ધરાવતા હતા પરંતુ પૂ.ગાંધીજીની ઇચ્છા હતી કે વડાપ્રધાન પદ નહેરૂ સંભાળે. પગાંધીજીએ આ અંગે સરદાર સાહેબ સાથે વિચાર વિનિમય કરેલ. ગાંધીજીની આ ઇચ્છા સરદાર સાહેબે નમ્રતાપૂર્વક સ્વીકારી. નહેરૂના પ્રધાન મંડળમાં નાયબ વડાપ્રધાને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી દેશહિતના અનેક મહત્વના નિર્ણય લીધેલ જેનો ઇતિહાસ સાક્ષી છે.
સદીઓ જુની રાજાશાહીના નાના મોટા પ૬ર રાજવીઓને વિશ્વાસમાં લઇ શામ, દામ, દંડ અને કુનેહની નિતીથી દેશના તમામ દેશી રજવાડાઓને પ્રજાતંત્ર લોકશાહી પ્રવાહમાં સામેલ કરી દેશ અને વિશ્વને આશ્ઉર્યચકીત કરી દીધેલ.
પૂ. ગાંધીજી ડો. રાજેન્દ્રપ્રસાદ મૌલાના આઝદા કલામ અને બાબા આંબેડકર જેવા અનેક દિગજ નેતા સરદાર સાહેબ અંગે સ્પષ્ટ મત ધરાવતા કે સરદાર સાહેબ એક કર્મ યોગી પ્રખર દેશભકત અને સાદગીના પુજારી છે. સત્તા અને તેનાથી મળતી પ્રતિષ્ઠાને પ્રસિદ્ધનો પટેલ જીવ જ નથી.
શ્રી નહેરૂજીના પ્રથમ પ્રધાન મંડળ સાથી પ્રધાન અને જનસંઘના મોભી ડો. શ્યામાપ્રસાદે મંત્રી મંડળમાંથી રાજીનામું આપેલ. આ પ્રસંગે સરદાર સાહેબે જાહેરમાં જણાવેલ કે આ કમનશીબ નિર્ણય છે. મારે અને દેશને ડો.શ્યામાપ્રસાદની સેવાની જરૂર છે.
ગાંધીજીની હત્યા બાદ સરદાર સાહેબે સમગ્ર દેશમાં આર.એસ.એસ. ઉપર પ્રતિબંધ મુકી દીધેલ પરંતુ અદાલતના નિર્ણય બાદ આર.એસ.એસ. ના સરદાર નહેરૂનો પત્રવ્યવહાર અભ્યાસ કરવા જેવો છે. સરદાર સાથીઓને જણાવતા કે સંઘ સાંસ્કૃતિક બાબતે ગરમ થઇ જાય છે પણ આ અંગે યોગ્ય સમય યોગ્ય થઇ જશે. હાલ મારે દેશ અને પ્રજા હિત માટે સાથીદારોના સાથની બહુ જરૂર છે.
આઝાદી બાદ અતિ ભારે કામનો બોજો સતત કલાકો સુધીની કામગીરીને કારણે પ માર્ચ ૧૯૪૮ હાર્ટ એટક આવેલ. લોખંડી પુરૂષને શરીર તેની ઇચ્છા મુજબ સાથ ન આપતુ ને ૬ ડીસેમ્બર-૧૯પ૦ એ સરદાર સાહેબને આંતરડાના રોગે નાજુક સ્થિતિમાં મુકી દીધેલ. ફરી ઉભા થવા મનને મજબુત કરવા પ્રસિઘ્ધ સંગીતકાર શ્રી નારાયણની રૂદ્રવીણા સાંભળે અને અંતે ૧પ ડીસેમ્બર-૧૯પ૦ એ દેશના મહાન સપુતે સુરજ ઉગવાના સમયે કાયમ માટે આંખ બંધ કરી દીધી. આ સમાચારથી સમગ્ર દેશ દુઃખ અને શોકમાં ડુબી ગયેલ. દેશના શાસક-વિપક્ષના તમામ મોટા ગજના નેતાઓ અને લાખો ચાહકની હાજરીમાં મુંબઇના સોનાપુરી સ્મશાનમાં સરદાર સાહેબનો માટીનો દેહ માટીમાં વિલન થઇ ગયેલ.
દેશના સુપ્રસિદ્ધ કવિ અને હાલના અભિનય સમ્રાટ અભિતાબ બચ્ચનના પિતાશ્રી શ્રી હરીવંશરાયે સરદાર સાહેબને આપેલ અંતિમ શ્રદ્ધાંજલી
‘યહી પ્રસિદ્ધ લોહ કા પુરૂષ પ્રબલ યહી પ્રસિદ્ધ શકિત કી શિલા અટલ, હિલા ઇસે સકા કભી ન શત્રુ દલ પટેલ પર સ્વદેશ કો ગુમાન હૈ’
કરમસદના કર્મયોગી સરદાર સાહેબના ચરણોમાં સમગ્ર દેશ વતી કોટી કોટી વંદન
પારિવારીક ઇતિહાસ
મુળ ગામ ગુજરાતનું ગામડું કરમસદ હતું, જન્મ મોસાળ નડિયાદમાં થયેલી : પિતાશ્રી ઝવેરભાઇને માતા લાડબા અને ચાર ભાઇઓ અને એક બહેન ડાહીબા હતા : સરદાર સામાજીક મુદ્દે ખૂબ જ સ્પષ્ટ અને સિંહ જેવું કાળજુ ધરાવતા હતા : પિતાશ્રીના અવસાન બાદ સામાજીક કુરીવાજોનો સખ્ત વિરોધ કરી સમગ્ર કુટુંબથી અલગ વલણ અપનાવેલ. મોટાભાઇ વિઠ્ઠલભાઇના અવસાન સમયે સરદાર સાહેબ જેલમાં હતા : જેલમાંથી પેરોલ ઉપર મુકત કરવા અંગ્રેજ સરકારે સખત શરતો મૂકતા તેઓએ આ શરતોનું પાલન કરવા સ્પષ્ટ ઇન્કાર કરેલ અને વિઠ્ઠલભાઇની અંતિમયાત્રામાં હાજર રહેલ નહીં : આવા સખત નિર્ણયથી પ્રજાને સિંહ જેવા કાળજાના દર્શન કરાવેલ