એકતાનગર | અમદાવાદ સમય
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાતના એકતાનગરની મુલાકાતે આવેલા PM નરેન્દ્ર મોદીએ રાજ્યને વિકાસની નવી ભેટ આપી છે. પ્રધાનમંત્રીએ એકતાનગર ખાતે ₹400 કરોડથી વધુનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું.
આ વિકાસકાર્યો દ્વારા એકતાનગરમાં પ્રવાસન, માળખાકીય સુવિધાઓ અને સ્થાનિક વિકાસને નવી ગતિ મળવાની અપેક્ષા છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને કારણે એકતાનગર દેશના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. અહીં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધાઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા આ વિકાસકાર્યો ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપી શકે છે.
રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતાનગરથી વિકાસ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ આપતાં આ કાર્યક્રમને ગુજરાતના વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીએ ભીલડીમાં રોડ-શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી જોવા મળી હતી. રોડ શો પછી નરેન્દ્રભાઇ મોદી BBBRC સેન્ટર પહોંચ્યાં હતા.
BBBRC સેન્ટરમાં પીએમ મોદીએ ગાયોને વ્હાલ કરી અને ઘાસ ખવડાવ્યુ હતું તેમજ વાછરડાઓને દૂધ પીવડાવ્યું હતું. પીએમ મોદીએ BBBRC સેન્ટરમાં ET-IVF લેબનું ઉદ્ધાટન કર્યું હતું. ફરી એકવાર નરેન્દ્રભાઇ ગોૈ સેવા કરતા નજરે પડયા હતા.
