December 10, 2024
ગુજરાતબિઝનેસ

ધંધાદારી ઓ માટે જીએસટી માં રાહત આપવા માટે ની તૈયારી

સૂત્રોના દ્વારા મળતી માહિતી મુજબ વેપારીઓના અનેક સંગઠનોએ નાણા મંત્રાલયને  આગ્રહ કર્યો છે કે લોકડાઉનને કારણે તેઓને પેમેન્ટ મળવામા મુશ્કેલી થઈ રહી છે, પરંતુ તેઓએ ઈન્વોઈસના આધાર પર જીએસટી ચૂકવવો પડી રહ્યો છે.  જીએસટીનુ ચૂકવણુ માસિક કરવામાં આવતુ હોય છે તેવામા જરૂરી છે કે પેમેન્ટ મળ્યા બાદ જ જીએસટીનું ચૂકવણુ કરવાની રાહત થોડા સમય  માટે આપવામાં આવે.

સરકાર આ બાબતે કેટલાક સમય માટે છૂટ આપી શકે છે. સૂત્રોનું અનુસાર સરકાર જીએસટીને લઈને અનેક પ્રકારની રાહતો આપવા વિચાર કરી રહી છે. લોકડાઉન ખુલ્યા બાદ વેપારની ગાડી પાટે ચડાવવા અને ચીજવસ્તુઓની હેરફેરને લઈને વેપારીઓને ઘણી પરેશાની થઈ શકે છે. આ બાબતને ધ્યાને રાખી સરકાર વેપારીઓને જીએસટીના મામલામાં કેટલીક રાહતો આપવા વિચાર કરી રહી છે. આ ફેંસલો જીએસટી કાઉન્સીલમા લેવાશે  તેથી સરકાર વહેલામાં વહેલી તકે આ બેઠક બોલાવવાનો નિર્ણય લઈ શકે છે. આ બાબતે રાજ્યો સાથે પણ વાતચીત ચાલુ છે કે જેથી તેઓની આવક ઉપર પણ વધુ  અસર ન પડે.  આ નિર્ણય લેવાશે તો વેપારીઓને ઘણી રાહત થશે. હાલ પરિસ્થિતિ એવી  છે કે તમે સામાનનો ઈન્વોઈસ બનાવો તો તેના પર  જીએસટીની જવાબદારી બની જાય છે.

બીજી તરફ વેપારીઓને માલની સપ્લાય કર્યા બાદ જ રસીદ મળે છે. સાથે પેમેન્ટ મળે છે. અત્યાર સુધી વેપારીઓ કોઈપણ પ્રકારથી જીએસટીનુ ચૂકવણુ ઈન્વોઈસ બનાવ્યા બાદ કરતા હતા પરંતુ લોકડાઉનને કારણે તેઓનું પેમેન્ટ અટકી ગયુ છે. તેઓ આ માટે કયા પ્રકારથી પેમેન્ટ કરશે ? તેને લઈને ઘણી મુશ્કેલી છે.

વેપારીઓ સામે રોકડની સમસ્યા છે. જો સરકાર આ સુવિધા આપશે તો વેપારીઓને રાહત થશે.  જીએસટી ભરવા માટે વેપારીઓને ઈએમઆઈનો વિકલ્પ પણ મળી શકે છે.જો આ સુવિધા મળે તો વેપારી હપ્તામાં પણ જીએસટી ભરી શકશે.

Related posts

અસારવા UBVP મહિલા વિંગ દ્વારા તિલક હોળી ઉજવાઇ

Ahmedabad Samay

૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે પાટનગરનાં એક હજારથી વધુ વૃક્ષો કપાશે

Ahmedabad Samay

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે બદનક્ષી કેસમાં આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી, ગુજરાતીઓનું અપમાન કરવાનો આરોપ

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં તાજા અને વ્યાજબી ભાવે મહાલક્ષ્મી શાકભાજી અને ફ્રુટ માર્કેટ શરૂ કરાયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો