August 12, 2026
દેશ

તેલંગાણામાં ૦૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને માટે મંત્રીએ કહ્યુ કે અમે આરોપીને જલ્દી શોધીશુ અને તેનું એન્કાઉન્ટર કરી દઇશું.

તેલંગાણાના હૈદરાબાદમાં 6 વર્ષની એક બાળકી સાથે પહેલા રેપ કરીને તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે હૈદરાબાદમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આરોપીને પકડીને કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે તેલંગાણા સરકારમાં મંત્રીએ કહ્યુ કે અમે આરોપીને જલ્દી શોધીશુ અને તેનું એન્કાઉન્ટર કરી દઇશું.

તેલંગાણા સરકારમાં લેબર મંત્રી મલ્લા રેડ્ડીએ હૈદરાબાદ મામલાને લઇને નિવેદન આપ્યુ છે અને જલ્દી ન્યાય મળવાની વાત કરી છે. મલ્લા રેડ્ડીએ એમ પણ કહ્યુ છે કે હૈદરાબાદની બાળકીની હત્યા કરનારાને કડકમાં કડક સજા મળવી જોઇએ, અમે તેની ધરપકડ કરીશુ અને પછી એન્કાઉન્ટર કરી દઇશું.

મંત્રીએ વિશ્વાસ અપાવ્યો છે કે તે જલ્દી પીડિત પરિવારને મળશે અને તેમની મદદ કરશે. અમે પરિવારની દરેક રીતે મદદ કરવા માંગીએ છીએ. આ વાતને આગળ વધારતા તેમણે એન્કાઉન્ટરની વાત કરી હતી અને કહ્યુ કે અમે આરોપીને છોડીશુ નહી.

હૈદરાબાદમાં 9 સપ્ટેમ્બરે એક 6 વર્ષની બાળકી સાથે રેપ કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. બાળકીનો શબ એક બંધ ઘરમાં મળ્યો હતો. પોલીસ આ મામલે 30 વર્ષના એક વ્યક્તિને શોધી રહી છે. જે પાડોશમાં જ રહેતો હતો. પોલીસ દ્વારા 15 ટીમ બનાવવામાં આવી છે.

મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં તપાસ કરવામાં આવી રહી છે. હૈદરાબાદ પોલીસે આરોપી પર હવે 10 લાખનું ઇનામ જાહેર કર્યુ છે, જેથી જલ્દી આરોપીને પકડી શકાય. તેલંગાણાના રાજકારણ ગરમાયુ છે અને પોલીસ પર જલ્દી એક્શન લેવાનું દબાણ પણ છે.

Related posts

લખનઉ :બક્ષી કા તળાવ વિસ્‍તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ અપહરણ બાદ ૧૪ વર્ષની છોકરી પર દુષ્‍કર્મ આચર્યું હતું

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીને નીતિન નબીનના રૂપમાં નવા અધ્‍યક્ષ બન્યા

Ahmedabad Samay

લોકડાઉન ૫.૦ માટે તૈયારી, સૂત્રો અનુસાર ૧૫ જૂન શુધી લોકડાઉન લંબાવાય તેવી આશંકા

Ahmedabad Samay

આ માહિતી અચૂક લોકો સુધી પહોંચાડો,જાણો બ્લેક ફંગસ ઈન્ફેકશનની તમામ માહિતી,સાવચેતી અને લક્ષણો

Ahmedabad Samay

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, કાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા,મુસાફરોને રિફંડ આપવાની તૈયાયરી બતાવી

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો