નોકરીમાં જો સૌથી મુશ્કેલ ભરી નોકરી હોય તો એ છે ફોરશ ની નોકરી છે એ પછી, આર્મી, નેવી કે એરફોર્સ ની હોય પણ સંઘર્ષ ભર્યું જીવન હોય છે, આર્મી જવાન જ્યારે નોકરી પર હોય ત્યારે તે ઓ ઘણા સમયથી પોતાના પરિવાર થી દુર રહેતા હોય છે અને તેમને વર્ષમાં બે કે ત્રણ વારજ પોતાના પરિવાર ને મળવા માટે કે અંગત કામ માટે રજા મળતી હોય છે,કયારેક કયારેક પરિવાર સાથે મળવા અને રહેવા મળતું હોય છે માટે રજા પર આવેલા જવાન મોટા ભાગના લોકો પોતાના પરિવાર સાથે જ સમય વિતાવતા હોય છે અને તેવામાં પણ જો રજા પર આવે અને લોકડાઉન થઈ જાય તો અમુક લોકોને વધુ સમય મળી ગયો હતો પરંતુ આપના અમદાવાદના આર્મી જવાન શ્રી વરુણસિંહ શ્રીપાલસિંહ તોમર એ અરુણાચલ પરદેશ થી રજા પર આવી લોકડાઉન ના કારણે ફસાઈ ગયા હતા પરંતુ તેમને આ સમયનો સદ ઉપયોગ કરતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તેવો પોતાના પરિવાર અને મિત્રો સાથે મળીને જન સેવા કરી હતી.
અમદાવાદ સમય સાથે વાતચીત માં તેમને જણાવ્યું કે “ આ સમય મારા માટે દેશના અંદર રહી સેવા કરવાનો સમય છે મોટા ભાગે અમે દેશની સરહદે રહી દેશની સુરક્ષા કરતા હોઈએ છીએ પરંતુ આ એક એવો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે કે હું દેશના અંદર રહી દેશવાસી ઓની સેવા કરી શકું, હું ભગવાન ને એ માટે આભાર માનું છું કે મને દેશવાસી ની આવી સેવા કરવાનો મોકો આપ્યો, મારો પરિવાર અને મિત્રો એ મળીને લોકડાઉન થયો ત્યારથી જરૂરિયાત મંદ ને ઘરે ઘરે જમવાનું પૂરું પાડ્યું છે આશરે ૨૦૦ જેટલા પરિવારનું જમવાનું બનાવતા હતા, પરિવાર જન બે વખત નું જમવાનું બનાવતા અને હું મિત્રો સાથે મળીને ખાવાનું પોહચાડવાનું કામ કરતા, અમારા કામને જોતા ઘણા લોકો અમારી સાથે જોડાયા હતા અમે લોકોએ બની શકે તેટલા લોકો સુધી જમવાનું પોહચાડ્યું છે. આ સમય મારા જીવનમાં યાદગાર પલ છે.”
અમદાવાદ સમય આવા દિલેર અને સેવા ભાવી આર્મી જવાનનું દિલ થી સન્માન કરે છે.