September 20, 2026
ગુજરાતઅપરાધ

રક્ષકજ બન્યો ભક્ષક, પોલીસના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા

પોલીસ કર્મચારીના ત્રાસથી શહેરમાં ગીતા મંદિર વિસ્તારમાં એક યુવકે આત્મહત્યા કરી છે.કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PSIના ત્રાસથી આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે.

ગીતા મંદિર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ રેવરે ગતરોજ સાંજે આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમા બિગ બજાર ચોકીના પી. એસ. આઈ ગોહિલ અને તેમની દુકાનના પડોશી જયેન્દ્ર નામના વ્યક્તિ પ્રેમજી ભાઈને વારંવાર માનસિક ત્રાસ આપતા હતા. જેના પરિણામે તેઓએ તેમના માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઊલેખ્ કર્યો છે.

સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, અમારી સાથે ખૂબ જ અન્યાય થયો છે.  અમારી દુકાનની પાછળ જયેન્દ્ર કોસ્ટી અને બિગ બજારના ગોહિલ સાહેબ બન્ને મળીને અમારી ઉપર ખોટા કેસ કરીને ખોટી એફ.આઈ.આર કરીને અમને દબાણ કરે છે અને પી. એસ. આઈ ગોહિલ સાહેબ અમારું કાંઈ સાંભળતા નથી. આ બન્ને જણાએ એમને ખૂબ ત્રાસ આપ્યા છે. જેથી અમે આ આત્મહત્યાનું પગલું ભરેલ છે. અને મારું મારવાનુ કારણ આ બે જણા છે. પી. એસ. આઈ ગોહિલને કોઈપણ રજૂઆત કરીએ તો ઉલ્ટાનું અમોને દબાણ કરે છે અને કહે છે કે, તમો વધારે પડતું બોલશો તો તમને જેલમાં પૂરી દઈશ. આવી રીતે અમને ટોર્ચર કરે છે અને માનસિક હેરાન કરે છે.

જયેન્દ્રના મકાન પાછળ અમારી મરજીની જગ્યામાં પાકો સ્લેબ ધાબુ ભરાવી રાખેલ છે. અમો એ કહ્યું છતાં અમારું કાંઇપણ સાંભળેલ નથી.

હાલમાં પોલીસે આ સમગ્ર મામલે સ્યુસાઇડ નોટના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે જયેન્દ્ર કોસ્ટી, નરેન્દ્ર કોસ્ટી અને પી.એસ. આઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

જુનાગઢ ફેક વેક્સિન સર્ટિફિકેટ મામલે જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ

Ahmedabad Samay

અમરેલીની 108 ટીમે સગર્ભા માતા-બાળકની જીંદગી બચાવી અમરેલી 108 ની ટીમને સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

admin

શુ મજાક છે. રાત્રી કરફ્યુ ૧૨ થી ૦૬ વાગ્યા સુધી.

Ahmedabad Samay

ઝોન ૦૭ નો ચાર્જ સંભાળતા જ અડ્ડાઓ ઉપર સપાટો બોલાવવા આદેશ આપ્‍યો

Ahmedabad Samay

આંગણવાડીના બાળકોમાં પહેરવેશનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પાછળ જ ધમ ધમે છે જુગરધામ, સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો