September 22, 2026
દેશરમતગમત

IPL પર ફરી કોરોનાનું સંકટ, ટી. નટરાજન આવ્યો કોરોના પોઝીટીવ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના બીજા ફેઝની ચોથી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચરમાય તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે, જે બાદથી આજની મેચ પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે.

આઇપીએલની ઓફિશિયલ વેબસાઇટ પર તેની સૂચના આપવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી. નટરાજન કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે, તેણે ખુદને બાકી ટીમથી અલગ આઇસોલેટ કરી લીધા છે. આઇપીએલે સ્પષ્ટ કર્યુ છે કે બાકી તમામ ખેલાડીઓના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને એવામાં આજની મેચને રદ કરવામાં નહી આવે.

ટી. નટરાજનમાં કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. મેડિકલ ટીમની સલાહ બાદ ટી નટરાજનના ક્લોઝ કૉન્ટેક્ટમાં આવેલા છ ખેલાડી અને સ્ટાફના સભ્યોએ ખુદને આઇસોલેટ કરી લીધા છે. વિજય શંકર, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝિયોથેરેપિસ્ટ શ્યામ સુંદર જે, ડૉક્ટર અંજના વનન, લૉજિસ્ટિક મેનેજર તુષાર ખેડકર અને નેટ બોલર પેરિયાસામી ગણેશનના નામ આ યાદીમાં સામેલ છે

Related posts

આજે ભારતીય બજારમાં તેની પહેલી કાર ‘ટેસ્લા મોડેલ વાય’ નું પહેલું યુનિટ ડિલિવરી કર્યું, મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક પ્રથમ કાર માલિક બન્યા

Ahmedabad Samay

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

Ahmedabad Samay

કોરોના સંકટમાં સિંગલ સીટર સ્કૂટર લોન્ચ

Ahmedabad Samay

25 વર્ષીય ગુરવિંદર સિંહે પુરુષોની 100 મીટર દોડની ફાઇનલમાં અદ્ભુત 10.09 સેકન્ડનો સમયમાં પૂર્ણ કરી નવો રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ઇતિહાસમાં સૌથી ઝડપી ભારતીય રનર બન્યો

Ahmedabad Samay

મુંબઈ સરકાર V/S કંગના

Ahmedabad Samay

અયોધ્‍યામાં રામ મંદિરમાં અદ્‌ભૂત, અલૌકિક અને ભવ્‍ય દિવ્‍ય નજારો જોવા મળ્‍યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો