September 21, 2026
ગુજરાત

આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું LRD ની ભરતી ટૂંક સમયમાં યોજાશે

રાજ્યમાં અનેક ઉમેદવારે ખૂબ જ આતુરતાથી પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં 10,988 પોલીસની ભરતી માટે લોકરક્ષક દળ એટલે કે LRD ભરતી બોર્ડના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલને નિયુક્ત કરવામા આવ્યા છે.

જે બાદમાં એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ટૂંક સમયમાં ભરતીની જાહેરાત કરવામાં આવશે. આ માટે અનેક ઉમેદવારો સોશિયલ મીડિયા માધ્યમથી LRDની ભરતી ક્યારે આવશે તેવો સવાલ પૂછી રહ્યા છે. આ મામલે હવે ખુદ આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ ભરતી ટૂંક સમયમાં યોજાશે તેમ જણાવ્યું છે.

આઈપીએસ હસમુખ પટેલે આજે (ચોથી ઓક્ટોબર) એક ટ્વીટ કરીને લખ્યું છે કે, “લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે.

હસમુખ પટેલના ટ્વીટ બાદ અનેક ઉમેદવારો LRD ભરતીને લઈને તેમના ટ્વીટ પર કૉમેન્ટ કરી રહ્યા છે. જેમાં ભરતી પ્રક્રિયામાં અમુક સુધારા કરવાની તેમજ 2018-19ની ભરતીને લઈને પણ વાતો લખવામાં આવી રહી છે. સૌથી વધારે સજેશન શારીરિક કસોટી બાદ આઠ ગણા ઉમેદવારોને પાસ કરવાના નિયમને લઈને આપવામાં આવ્યા છે.

Related posts

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 21 દિવસનું દિવાળી વેકેશન, જાણો બોર્ડની પરીક્ષા, ઉનાળુ વેકેશન અંગેની માહિતી

Ahmedabad Samay

આવતીકાલે બાબા બાગેશ્વર આવશે અમદાવાદ, 29મેના રોજ યોજોશે લોકદરબારનો કાર્યક્રમ

Ahmedabad Samay

વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય,પાઠ્યપુસ્તકો પલળી ગયા હોય કે નુકસાન પામ્યા હોય તો,વિનામૂલ્યે ત્વરિત નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવશે

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

Ahmedabad Samay

બંગાળમાં ઇલેક્શન બાદ ફાટી નીકળેલ હિસ્સા પર અખિલ વિશ્વ હિન્દુ એકતા મચે કરી લાલઆંખ,રાષ્ટ્રપતિ શાસન ની કરી માંગ

Ahmedabad Samay

ગુજરાતી મુવી ‘ગેટ સેટ ગો‘નું ટીઝર રિલીઝ,બોલિવુડ અભિનેતા દીપક તિજોરી મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો