September 22, 2026
ગુજરાત

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSTC)નો ફ્રી પાસ આપવામાં આવશે.

રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ જીએસઆરટીસીમાં (GSRTC) મુસાફરી અને શાળા અને કોલેજમાં અભ્યાસ માટે આવે છે. આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાહત દરે પાસની સુવિધા આપવામાં આવે છે. જોકે, રાજ્યમાં આવા વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર મોટી ભેટ લઈને આવી છે. રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSTC)નો ફ્રી પાસ આપવામાં આવશે.

ફ્રી એસટી બસ લેવાનો લાભ : રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને ટૂંકા અને લાંબા રૂટ માટે અભ્યાસ માટે આવનજાવન માટે ફ્રી એસટી બસ પાસની ભેટ આપવામાં આવી છે. રાજયના વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે બજેટમાં આ જોગવાઈ કરી છે.

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે આ બજેટમાં ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓનો વિચાર કરવામાં આવ્યો છે. શિક્ષણ જગતની વાત કરીએ તો હવે વિદ્યાર્થીની ભૂખ ઉઘડી છે. હવે દરેક વિદ્યાર્થી પોતાનું કેરિયર બનાવવા માગે છે. શહેરોના વિદ્યાર્થીને તો સુવિધા મળે છે પરંતુ ગામડાના વિદ્યાર્થીને સુવિધા મળતી નથી. આવા વિદ્યાર્થીઓ માટે ફ્રી એસટી પાસની વ્યવસ્થા કરવામાં આવશે.

રાજ્યના વિદ્યાર્થીઓને આ ફ્રી બસ પાસનો લાભ આગામી શૈક્ષણિક સત્રથી આપવામાં આવશે. આ પાસનો લાભ કેવી રીતે મળશે તેના અંગે આગામી દિવસમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા સુચારુ રીતે આગવું આયોજન કરી અને તેની જાહેરાત કરવામાં આવશે. હાલ તો આ જાહેરાત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સમાન છે. રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને મળશે ફ્રી ST બસ સેવાનો લાભ મળશે.

રાજ્યમાં આગામી સમયમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષા બાદ ધો.1-9ની કસોટીઓ પણ લેવામાં આવશે. એકબાજુ આંગણવાડીથી અનુસ્નાતક સુધીના તમામ અભ્યાસક્રમો હવે ઓફલાઇન ચાલી રહ્યા છે ત્યારે ઉનાળાના વેકેશનને પણ ગણતરીના દિવસો જ બાકી છે. આ વેકેશન બાદ ખૂલતા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ ફ્રી એસટી બસ પાસનો લાભ મેળવશે.

Related posts

ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ અત્યાર સુધી 24.40 ઈંચ વરસાદ નોંધાયો

Ahmedabad Samay

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફૂટ ઓવરબ્રિજ ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મૂકાશે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

CMના હસ્તે 8.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા લાલા દરવાજાના નવા એએમટીએસ બસ સ્ટેન્ડનું આજે થશે ઉદઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો