August 13, 2026
ગુજરાત

RSS ને ૧૦૦ વર્ષ પૂર્ણ,અમદાવાદ ખાતે ‘‘સંઘની શતાબ્‍દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (RSS) તેના સ્‍થાપનાના શતાબ્‍દી વર્ષમાં પ્રવેશી ચૂકયું છે, ત્‍યારે આ ઐતિહાસિક અવસર નિમિત્તે ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્‍થાન દ્વારા અમદાવાદ ખાતે ‘‘સંઘની શતાબ્‍દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વિશેષ વ્‍યાખ્‍યાનમાળા, પ્રદર્શની તથા મલ્‍ટીમીડિયા શો તારીખ ૧૧ થી ૧૪ નવેમ્‍બર (મંગળથી શુક્ર) દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્‍વેન્‍શન એન્‍ડ એક્‍ઝિબિશન સેન્‍ટર, મેમનગર ખાતે યોજાશે.

આવતીકાલે, તારીખ ૧૧ નવેમ્‍બરના રોજ સાંજે ૫:૩૦ કલાકે, આ વિશેષ ઙ્કદર્શની અને મલ્‍ટિમીડિયા શોનું લોકાર્પણ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવશે. આ ઉદ્‌ઘાટન સમારોહમાં સંઘના વરિષ્ઠ વિચારકો, પ્રજ્ઞા પ્રવાહ અને ભારતીય વિચાર મંચના પ્રતિનિધિઓ સહિત શૈક્ષણિક, સાંસ્‍કળતિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તથા શહેરના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમના મુખ્‍ય આકર્ષણ સમાન વ્‍યાખ્‍યાનમાળામાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ અને દેશના અગ્રણી વિચારકો સંબોધન કરશે. જેમાં સંઘના સહસરકાર્યવાહ શ્રી ડો. કળષ્‍ણગોપાલ, શ્રી સી.આર. મુકુંદ, શ્રી અતુલ લિમયે અને શ્રી આલોક કુમારજીનો સમાવેશ થાય છે. આ વક્‍તાઓ સંઘના આદ્યસરસંઘચાલક પૂ. ડો. હેડગેવારથી લઈને વર્તમાન સરસંઘચાલક પૂ. મોહનરાવ ભાગવત સુધીના તમામ નેતળત્‍વકર્તાઓના કાર્યકાળ દરમિયાન સંઘની દિશા અને રાષ્‍ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે.

આ વ્‍યાખ્‍યાનમાળાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સમાજના પ્રબુદ્ધજનો, શોધકર્તાઓ અને અધ્‍યેતાઓને સંઘની વિચારધારા અને કાર્યપદ્ધતિથી વિગતવાર પરિચિત કરાવવાનો છે. આ પ્રસંગે ગુજરાતભરના ઉદ્યોગકારો, શિક્ષણવિદો, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ્‍સ, ધારાશાષાીઓ, ડોક્‍ટર્સ જેવા પ્રોફેશનલ્‍સ તેમજ રાજકીય, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

પ્રદર્શની અને મલ્‍ટીમીડિયા શોઃ ‘‘સંઘની શતાબ્‍દી યાત્રા” શીર્ષક હેઠળ આયોજિત આ પ્રદર્શનીમાં સંઘની યાત્રાને લગતા ઐતિહાસિક દસ્‍તાવેજો, દુર્લભ ફોટોગ્રાફ્‌સ, આર્કાઇવ્‍સ અને મહાનાયકોના વિચારોનું દૃશ્‍યરૂપે પ્રદર્શન કરવામાં આવશે.

પ્રદર્શનીમાં ખાસ કરીને ભારતના સ્‍વાધીનતા સંગ્રામમાં સંઘનો ફાળો, મહાત્‍મા ગાંધી, સરદાર પટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર અને કનૈયાલાલ મુનશી જેવા યુગનાયકો સાથેના સંઘના મજબૂત સંબંધો, દેશભરમાં ચાલતા સેવાકાર્યો અને રાષ્‍ટ્રજીવનના વિવિધ આયામોમાં સંઘના યોગદાન પર ઙ્કકાશ પાડવામાં આવશે. આ સાથે જ, મલ્‍ટીમીડિયા શો દ્વારા સંઘની સ્‍થાપનાથી આજ સુધીના પ્રેરણાદાયી પ્રસંગોને દૃશ્‍ય-શ્રાવ્‍ય માધ્‍યમથી રજૂ કરાશે.

શતાબ્‍દી સ્‍મારક સિક્કાનું વિશેષ વેચાણઃ આયોજકો દ્વારા એક વિશેષ આનંદના સમાચાર આપતા જણાવાયું છે કે, કાર્યક્રમ સ્‍થળ પર ભારત સરકારની ટંકશાળ (મિન્‍ટ), મુંબઈ દ્વારા ‘‘હંડ્રેડ યર્સ ઓફ આરએસએસ” શતાબ્‍દી સ્‍મારક સિક્કાના વેચાણ માટે એક વિશેષ કેન્‍દ્ર ઉભું કરવામાં આવશે. આ ઐતિહાસિક સિક્કાને સંગ્રહિત કરવા ઈચ્‍છુક મિત્રોને આ કેન્‍દ્રની મુલાકાત લેવા ભારતીય વિચાર મંચ દ્વારા વિશેષ આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

ભારતીય વિચાર મંચના મહામંત્રી શ્રી ઇશાન જોશીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્‍યું કે, ‘‘સંઘનું શતાબ્‍દી વર્ષ એ માત્ર એક સંસ્‍થા માટે નહીં, પરંતુ સમગ્ર રાષ્‍ટ્રના ઉદ્‌બોધનનો પ્રસંગ છે. આ કાર્યક્રમ દ્વારા સંઘની મૂલ્‍યપ્રેરિત યાત્રાને સમજીને રાષ્‍ટ્રજીવનમાં નવો ઉત્‍સાહ અને વૈચારિક શક્‍તિનું નિર્માણ થાય એ જ અમારો ઉદ્દેશ છે.

Related posts

આ મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર જનતા માટે ફરી શરૂ થશે

Ahmedabad Samay

આ વર્ષે મકરસંક્રાન્‍તિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો

Ahmedabad Samay

એક મહિના સુધી સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવશે

Ahmedabad Samay

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

EPFO સભ્યો ઓનલાઈન 11 ફેરફાર કરી શકે

Ahmedabad Samay

“મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ”નું આયોજન કરાયું, ગુજરાત ખાતેનો સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો