September 22, 2026
દુનિયા

યુકે ની એક નોકરીમાં કર્મચારીએ ફક્ત પથારીમાં પડયા રહેવાનું , ટીવી જોવાનું અને સૂવાનું, જલસા વાળી નોકરી

બ્રિટનમાં એક કંપની એવી નોકરી ઓફર કરી રહી છે જે આરામપ્રિય લોકોને ઘણી પસંદ પડશે. આ કંપની નોકરી જોઇન કરનારાઓને પથારીમાં પડયા રહેવાના રૂપિયા આપશે. આ નોકરીમાં કર્મચારીએ ફક્ત પથારીમાં પડયા રહેવાનું છે, ટીવી જોવાનું છે અને સૂવાનું છે.

કોઈને પણ થાય કે આવી કઈ નોકરી હશે જેમા નોકરી જ આરામ કરવાની છે. યુકેમાં એક સ્થાનિક લક્ઝરી બેડ કંપની ક્રાફ્ટેડ બેડ્સ આપી રહી છે. આ નોકરી કરનારી વ્યક્તિએ દિવસના છથી સાત કલાક પથારી પર પસાર કરવા પડશે. વાસ્ટવમાં ક્રાફ્ટેડ બેડ માટે મેટ્રેસ ટેસ્ટરની નિમણૂક કરવામાં આવી રહી છે. તેનું કામ પથારીમાં સૂવાનુ અને તેના અંગે રિવ્યુ લખવાનું છે.

ક્રાફ્ટેડ બેડ જોઇન કરનારાઓને કંપની વર્ષે 24 લાખ 79 હજાર રૂપિયાનું વેતન આપશે. તેણે દર સપ્તાહે મેટ્રેસનો ટેસ્ટ કરવો પડશે અને કંપનીને બતાવવું પડશે આ ગાદલું ઉપયોગમાં કેવું છે. તેમા સુધારાને કેટલો અવકાશ છે, તેની ખામીઓ કેટલી છે, તેનો રીવ્યુ પણ કરવો પડશે. નોકરી કરનારા સપ્તાહમાં ૩૭.૫ કલાક એટલે કે રોજના લગભગ છ કલાક ટીવી જોતા ગુજારવાના છે.

આ નોકરી માટે કર્મચારીએ ઓફિસ જવાની જરુર નથી. ટેસ્ટિંગ અને રિવ્યુ માટે ગાદીઓ તેના ઘરે પહોંચાડી દેવામાં આવશે. નોકરી માટે બ્રિટિશ નાગરિક હોવું જરુરી છે.

Related posts

ભારતની જીત છતાં સૂર્યકુમાર યાદવે ટ્રોફી ઉપાડ્યા વિના એશિયા કપ સમાપ્ત થયો,પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો

Ahmedabad Samay

ક્‍વિક પેમેન્‍ટ UPI ક્ષેત્રે ભારતે ડંકો વગાડ્‍યો છે અને તે વિશ્વના અન્‍ય દેશોની તુલનાએ સૌથી મોખરે રહ્યું

Ahmedabad Samay

સુધારી જા ઉત્તર કોરિયા! અમેરિકા અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ કહ્યું- કરી દેશે શાસનનો અંત

Ahmedabad Samay

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલના ઉપર ઓપરેશન સિંદૂર હુમલાઓમાં, ત્રણેય આતંકવાદી સંગઠનોના વડાઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા

Ahmedabad Samay

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કોઈની શાજીસ કે પછી ટ્રમ્પ જાતેજ હુમલો કરાવ્યો ?

Ahmedabad Samay

‘ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬’ (FIFA World Cup 2026) આજથી શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો