April 25, 2024
દુનિયારાજકારણ

સુધારી જા ઉત્તર કોરિયા! અમેરિકા અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ કહ્યું- કરી દેશે શાસનનો અંત

ઉત્તર કોરિયા તરફથી વારંવાર પરમાણુ હુમલાની ધમકીઓ વચ્ચે અમેરિકા અને દક્ષિણ કોરિયા તરફથી ભયંકર ચેતવણીઓ આવી છે. અમેરિકન પ્રમુખ જો બાઇડન અને તેમના દક્ષિણ કોરિયાના સમકક્ષ યુન સુક યેઓલે ઉત્તર કોરિયાના પરમાણુ ખતરાનો સામનો કરવા માટે એક નવી યોજનાનું અનાવરણ કર્યું. આ દરમિયાન બંને દેશોએ સ્પષ્ટ ચેતવણી આપી કે પરમાણુ અથવા આવા કોઈપણ હુમલો કરવાનું પરિણામ “શાસનનો અંત” હશે.

“પરમાણુ હુમલાનું પરિણામ તેના શાસનનો અંત હશે”

દરમિયાન, ઉત્તર કોરિયાના પરમાણુ ખતરાને કાબૂમાં રાખવાના પ્રયાસ અંતર્ગત દક્ષિણ કોરિયામાં સમય-સમય પર અમેરિકાની પરમાણુ સબમરીન તૈનાત કરવી, બંને દેશો વચ્ચે તાલીમ મજબૂત કરવા અને અન્ય પગલાઓ માટે હાકલ કરી. ઉત્તર કોરિયાના વધેલા બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ અંગેની ચિંતાઓ વચ્ચે રાજ્યની મુલાકાતે વોશિંગ્ટન પહોંચેલા યુનને બાઇડને યજમાની કરી. આ દરમિયાન આ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું. બાઇડને રોઝ ગાર્ડ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, “ઉત્તર કોરિયા દ્વારા અમેરિકા અથવા તેના સાથી અને ભાગીદારો સામે કરવામાં આવનાર પરમાણુ હુમલો અસ્વીકાર્ય હશે અને તેના પરિણામે આવી કાર્યવાહી કરનાર શાસનનો અંત આવશે.”

“કોરિયન દ્વીપકલ્પ પર કાયમી શાંતિ જાતે ન આવી શકે”

એ જ પ્રેસ કોન્ફરન્સમાં હાજર યુને કહ્યું કે આ “યોગ્ય ગઠબંધન” હેઠળ જે નવી પ્રતિબદ્ધતાઓને પૂરી કરવામાં આવશે, એમાં ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ હુમલો કરવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિ સ્તરે દ્વિપક્ષીય પરામર્શ કરવાની યોજના, એક પરમાણુ સલાહકાર જૂથની સ્થાપના, અને પરમાણુ અને વ્યૂહાત્મક શસ્ત્રોની ઓપરેશનલ યોજનાઓ પર માહિતીની વહેંચણીમાં સુધારો સામેલ છે. યુને કહ્યું, “કોરિયન દ્વીપકલ્પ પર કાયમી શાંતિ આપમેળે ન આવી શકે.” તેમણે કહ્યું, “અમે બંને દેશોએ ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ હુમલાની સ્થિતિમાં રાષ્ટ્રપતિ સ્તરે દ્વિપક્ષીય પરામર્શ કરવા અને યુનાઇટેડ સ્ટેટ્સના પરમાણુ હથિયારો સહિત ગઠબંધનની સંપૂર્ણ શક્તિનો ઝડપી, અભૂતપૂર્વ અને નિર્ણાયક રીતે ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો.”

Related posts

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો મેડલ

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

Ahmedabad Samay

ગુજરાતના રાજકરણમાં વધુ એક ઝટકો, કેસૂબાપા નું નિધન

Ahmedabad Samay

પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યવ્રત મુખર્જીનું કલકત્તામાં 91 વર્ષની વયે નિધન, વાજપેયી સરકારમાં રહ્યા હતા મંત્રી

Ahmedabad Samay

રશિયાની રાજધાની મોસ્‍કો નજીક આવેલા ક્રોકસ સિટી હોલમાં જોરદાર આતંકી હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો